Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ પટ 37. કુટુંબમાં એક જ રાજ્યપદ પામે એ વિધિના લેખની વાત છે એ મનમાં વિચાર કરતા નથી અને રાજાઓ રાજ્યના લેભથી કુળને પણ નાશ કરે છે. એ હેટા મનવાળાએ મહેર ભાઈનું શું બગાડયું છે કે જેણે એને અપકાર કરવાની બુદ્ધિએ ચલ રાજીગની સાથે સંધી કરી તે. 38. એ પછી રાજપુત્ર વિકમાંકદેવ ન્યાય છોડી દીધેલા રજીગને મારવા સારૂ ચડ્યો. ત્યારે સોમદેવ પિતાના તમામ લશ્કર સાથે અતિ ત્વરાથી તેની પેઠે પડશે. 39. જેના (હાથીઓના) અતિ મોટા ગંડ સ્થળના મદના અંકમાં ઉત્પન્ન થએલી કમલીનીના પાંદડાની નકલ કરનારાં ભ્રમરનાં મંડળ પાછળ ચાલતાં કાળાં છત્રની બરોબરી કરે છે. 40 અગણિત અંકુશ વડે દોડેલા જે (હાથી) કાંઠા ઉપર (રહેલા) કુલાચળ પર્વત સાથે ભટકાયા તેથી એ જાણે નીકળતી ધાતુ (વાળી) નદીઓને બહાને મુખમાંથી અવિચ્છિન્ન લેહી નાંખતા હોય(એવા દીસે છે.) 41. જે (હાથીઓ) પિતાના બે દસળમાંજ એક નિવાસ કરીને રહે એવી લક્ષમીને કરવા સારૂ, જાણે ઉઢ કૌતુકવાળા (પરણેલાના જેવાં કેતકનાં ચિન્હ (મીંઢળ વગેરે)વાળા તથા એક જાતની વ્યુહ રચના કરેલા) તેણે હાથીઓએ (આ લક્ષ્મીનાં ઘર છે માટે) સ્મરણ માત્રને શરણે રહે (નાશ થએલાં ) એવાં કમળવાળાં તળાવ ક્રોધથી કરી નાંખ્યાં. 42. - જે (હાથી) કાનને મીઠે લાગે એ શબ્દ કરવાવાળા ભ્રમરને ઉપકાર જાણે કરતા હોય એવી બુદ્ધિથી ઝાડ હલાવીને પાડેલાં પુલ વડે મદના જળને વધારે સુગંધવાળું કરે છે. . 43. જે (હાથીયો) પિતાના શરીરના ભારથી ગળક થતી પૃથ્વીને જાણે ઉંચા પર્વત જેવા પોતે ઉપાડી રાખતા હોય એમ મદને લીધે મીંચેલી આંખવાળા કાંઇક મીજાજમાં ઉપાડેલી સુંઢવાળા થઈને ચાલતા થકા દેખાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust