Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ પપ સર્ગ 6 ઠો. ત્યાં ઘણું વૈભવ સહિત (પિતાની) પુત્રીએ ગુણનિધિ નૃપપુત્રને આપીને તે પરણનાર (ચાલુક્ય રાજા) ની માંડમાંડ રજા લઈને તે પછી ચેલ દેશનો રાજા (ત્યાંથી) ચાલ્યો. 1. કુંતલ દેશના રાજાના પુત્રે એ દ્રવિડ દેશના રાજાને પાર વગરનું નાણું આપ્યું. યશમાં જેને મજા પડી હોય તેવા અને ગુણમાં પ્રીતિવાળા પુરૂષોને ધનમાં તૃણના જેવી ગણના હોય. પ્રસન્ન મનવાળો અને માનની સિદ્ધિ પામેલે એ રાજા ગયો ત્યારે ગુણનો જ એક પક્ષ કરનારો આ રાજા પગલે પગલે ઉત્કંઠિત થશે. નિ. ર્મળ (પુરૂષ)નાં મન પુલના જેવાં કમળ હોય છે. 3. દ્રવિડના રાજાની અદ્દભુત વાતોના વખતમાં એ રાજપુત્ર (તેના) ગુણમાં પ્રીતિમાન થઈ ગયો. મોટી બુદ્ધિવાળાએ (પિતાનાં) લમણ રોમાંચથી ભરી દીધાં. (મહું તેને કેમ જવા માટે મનાઈ કરી નહિ. હવે શું પાછો નેત્રના પરિચયમાં આવશે શું ? એમ સજજનને શિરોમણિ એ કુમારે ઘણીવાર સુધી કાંઈક વિચાર કર્યો, તેણે દ્રવિડ પતિની પુત્રીને ત્રિભુવનમાં દુર્લભ એવી સંપત્તિનું સ્થાન કરી. પ્રેમી જનને વિષે અને (પિતાની) સંતતિનો પણ અનુગ્રહ કરવાને શુભ અંતઃકરણ વાળાની મેહેરબાની પ્રસરે છે. તે પછી રણના વેગવાળા વિલાસના કૌતુક વડે એણે યશના શિરેમણિની સ્થિતિ ધારણ કરતાં દુષ્ટ વિધિના દુરાગ્રહ થકી એકાએક દ્રવિડ રાજને ઈંદ્રલેક ગયા સાંભળ્યા. કેમળ હૃદય, ગુણમાં પ્રીતિ અને અતિ મહેતા પરિચયથી એ રાજપુત્ર ચંદ્રમાના કિરણના જેવા ધોળા કપિલમાંથી ઝરતા આંસુવાળીએ ઘણવાર સુધી વિલાપ કર્યો. * આંહી મૂળમાં ૩eત: પાઠ છે તેને બદલે સતિ જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust