Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ , , 43 104. તેથી જ ઝાઝા પવનથી યુસી લેવાન નું તેના બેસવાથી પીઠ દૂષિત થઈ હોય એમ હાથીઓ સુંઢ ઉંચી કરી તેમાંના છાંટાના જળ વડે પિતાની પીઠ ઊપર જાણે પ્રક્ષણ કરતા હોય.૧૦૨. રખેવાળોએ મંડળ ભ્રમણમાં પ્રવૃત્ત કરેલા (કાવો લેવરાવતા ) તેની સેનાના ઘડાઓ તેની અયોગ્યતા સિદ્ધ કરવાને જાણે સેગન લેતા હોય ? 103. હું માનું છું કે, તેણે જે ક્ષાત્ર તેજનો ત્યાગ કર્યો છે તે, કદાચિત રાજ્યલક્ષ્મીને લાખની માનતા હશે તેથી તે ગળી જાય તો એવી વ્હીકથી હશે. તેણે પોતે પિશાચીણી જેવી રાજ્યલક્ષ્મીને ચુંબન કર્યું તેથી સ્વાદ લાગ્યો તે હવે સહુનાં ગળાં ચુસી લેહી ચુસી લેવાની ઈચ્છા રાખે છે. 105. તે ઉદ્ધત ચામરના ઝાઝા પવનથી ઉડેલી ધૂળથી ભરાઈ ગયે તેથી માર્ગ જોઈ શકતા નથી. 106. તેજના ભંડાર એવાં રત્નનો ઢગલે પહેરે છે તો પણ તે દૈવનો હણેલો અંધારાના ઢગલાથી ઢંકાઈ ગયો છે. 107. નમવાવાળા બધાને ઉપર જવાની બંધી છે એમ ધારીને તેણે વિહળ થઈને હેઠે ઉતરવું ઠીક માન્યું. 108. પિશાચની પેઠે સર્વનાં છિદ્ર ગોતવાને તત્પર થયેલો તે મદની મૂછો વડે કાંઈ પણ કર્તવ્ય જાણી શકતો નથી. લોભનું જ એક ઘર એવા એ રાજા થકી સઘળાં માણસ અલગ રહેવા માંડ્યાં. રાજાનો ત્યાગ એ જગને વશીકરણનું ઓસડ છે. 110. અકારજમાં પણ કુમારનો અભિપ્રાય તેણે પ્રગટ કરવા માંડ્યો. લમીના સુખમાં મોહ પામેલાને શું અસંભવિત છે. 111. તે અંકુશ ફેરવતે થકે હાથી ઉપર ચડીને પ્રખ્યાતિનું બીજ વાવવા જાણે આકાશ સ્થળને ખોદતો હોય ? 112. ઝાઝા બકબકાટનું શું કામ ? તેણે એવું રાજ્ય ચલાવવા માંડયું કે જેને લીધે ચંદ્રમાના મિત્ર સરખા ચાલુક્ય વંશમાં કલકતાને પામે. 113. મોટેરા ભાઈને દુરાગ્રહ મટાડી શક્યો નહિ. રાજ્ય રૂપી ગ્રહ જેને વળગ્યો હોય તેને માટે મંત્ર શું, અને એસડ શું ? ( 114, 109. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust