Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 33. હે ચુલુક્ય વંશના ઘરેણું ! તમારા ગુણ ગણવાને કણ ડાહ્યા થઈ શકે એમ છે. સૂર્યના તેજનો સરવાળો કરવાને કેની ચતુરાઈ (ચાલે) 31. તમારી તરવારના પાણીનું નિર્મળપણું હું શું વર્ણવું ? જેનાથી ઉત્પન્ન થયેલો જગરૂપી છીપના સંપુટમાંના મોતી જેવો યશ, ચંદ્રમાની કાંતિને પામે છે. 32, હારા ખગના પાણીનાં શું વખાણ કરીયે. જેમાં શત્રના માથાના વાળ જાણે ફરકતા એવા શેવાળ હોય તે વડે તે તેમાં મુકેલે રાજહંસ સર યશ શોભે છે. હારા ભુજમાં રમી રહેલા ધનુષનો શબ્દ સંગ્રામની હદમાં કોણ સહન કરી શકે, કે જે શત્રુઓના ઘરમાં સ્ત્રીઓના કકળાટના શબદથી સ્પષ્ટ થાય છે. 34. હારી પ્રત્યંચાના શબ્દો વડે દિગ્ગજો પણ મદહોણું થાય છે. (અને તેથી) કાળા ભ્રમરોએ ત્યાગ કીધા છે તેથી જાણે દિશાને સ્વચ્છતાને. પમાડે છે. 35. - તું જેવા જીતનારા વિના અસાધ્ય સાધવાને ક્ષત્રીઓ અસમર્થ છે. જગતને પ્રલય સમય વિના સમુદ્ર બળી દેવાને હિંમતવાળે થતો નથી. 36. જે તે ઉચ્ચ ગુણવાળાએ પોતાનું રાજ્ય મોટા ભાઈને તૃણની પેઠે સોંપી દીધું; તેથી જગતમાં હારું કીર્તિ રૂપી ચાંદરડું વલેપની પેઠે નિશ્ચળ થયું છે. 37. અથવા તું હારી જમીનને શું કરે છે. તું આખી પૃથ્વીને ધણી છે. સિંહ જે પર્વતમાં વસે ત્યાં તે મૃગરાજપણું પામે છે. 38. 1 . હે મોટા શૂરવીર તું જે પૃથ્વીમાં વસે છે તે પૃથ્વી પુણ્ય ફળના પાત્રપણાને પામે છે. તે પૃથ્વીને કુત્સિત રાજાઓ કદરાઈથી (વ્યર્થ ધારીને) ત્યાગ કરે છે તે તું જેવા ગુણ થકી ઉજવળ એવા પતિને પામે છે. 39. હે વિક્રમાદિત્ય હારી વ્હીકથી પર્વતની ગુફાના આશ્રયમાં લાજ ખોઈ બેઠેલા રાજાઓ રહેલા છે તેને પણ સંગ્રામની હદમાં હારા ધનુષની પણુછના થતા શબ્દના પડછંદા વડે લ્હારું ધનુષ પીડે છે, 40, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust