Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 38 * મદેન્મત્ત દ્વારપાળને હાથે સેવકને (સેવા કરવા આવનારાઓને) પણ જેણે ગલહસ્તિત કર્યા છે ( ગળચી ભરી ધકેલી કઢાવ્યા છે, એવા અભાગ્યા રાજાઓ દૈવને પણ અગમ્ય એવા પિતાને માને છે. પ૬. મહારે જન્મ ચાલુક્ય રાજાઓના શુદ્ધ કુળમાં છે, મહારા કાનની મિ.” ત્રાઈ કેટલાંક શાસ્ત્રાર્થના છાંટા પામ્યા છે ( અર્થાત મેં કેટલાંક શાસ્ત્ર સાંભળ્યાં છે.) 57. અભાગ્યા જીવિતને હાથીના કાનના અગ્રના જેવું ચપળ હું જાણું છું. મહારે પાર્વતીના પ્રાણનાથ વિના બીજે વિશ્વાસ નથી. 58. તે હું તુંગભદ્રાના ખોળામાં (બેશ) શિવજીનું ચિંતવન કરતે (આ) દેહ ગ્રહણની વિડંબના (નામોશી) મટાડવાને ઇચ્છું ( અર્થાત તુંગભદ્રા નદીમાં પડીને દેહ ત્યાગઝ કરવા ઈચ્છું છું.) 59 શિવજીની સેવામાં આ દેહ ઉપકાર માટે ચાલ્યા ગયે (તો) એ કૃતઘતાનું વ્રત (કહેવાય એટલે કૃતઘતા કરી દે) તેને જ્યાં ત્યાં ત્યાગ કરે છે. બહુ સારૂ” એમ રાજાના વચનને કારભારીઓએ કબુલ રાખ્યું (કેમકે) યોગ્ય આચરણમાં કેનું મત ઉત્સાહ ચતુર (ઉત્સાહિત) ન થાય? 61. તે પછી પ્રેમીજન જેને પ્રિય છે એવો રાજા કેટલીક મજલે દક્ષિણાપથની ગંગા (તુંગભદ્રા) નાં દર્શન કરતે હો. તે તુંગભદ્રાને તે માંની રાજાએ તરંગ રૂપી હસ્ત વડે (પિતાને) ઉપાડીને ઈદ્રના મંદિરમાં ફેંકતી હોય એવી માની. 63. * ત્યાં ફીણમાં મોટા મહેટા ગોળાની પંકિત હતી તે જાણે બ્રહ્માએ વિમાનના હંસની હાર ગોઠવી હોય એવી દીઠી. 64. ઘણે દૂર સુધી ઉડીને પડતા એવા છાંટા વડે એ પૃથ્વીને ચંદ્રમા ગ્રહ ભેળા થયા હોય એવો શોભવા લાગ્યો. - 4 આવી રીતે દેહપાત કરવો એ આત્મઘાત નથી પણ વિહિત મરહ્યું છે, જેમકે–ચાતો મિજાત્ય વિશે વૃદ્ધો યુવા થવા I તનું જાન્યઃ સ વ મે | ઇત્યાદિ (ધર્મસિંધુ.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust