Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ - વૈદર્ભની લીલાના ભંડાર એવા વિદ્વાનોના હજારો નિબંધ છે તથાપિ વૈચિત્ર્યના રહસ્યમાં લોભી એવા ચિત્તવાળા (વિદ્વાન=સહૃદય) (આમાં). શ્રદ્ધા કરશે. 13. - સાહિત્ય વિદ્યાના શ્રમ વગરના (પ્રબંધ) માં કવિઓના ગુણ કુંઠિત થઈ જાય છે. કૃષ્ણ ગુરૂ ધૂપનો વાસ અનાર્દુ એવા સ્ત્રીઓના વાળમાં શું અસર કરે. - 14 પદની પ્રાઢિની મહેટાઈ વડે પુરાણુ રીતિને અતિક્રમ (વિપરીતતા) અતિ વખણાય છે. અતિ ઉંચાઈને લીધે કંચુકી ફાડી નાંખનારાં સ્ત્રીઓનાં કુચમંડળ કવિઓને વંદ્ય છે. 15. - ભલે વ્યુત્પત્તિ વિદ્વાનને છોડી દે તથાપિ તે જડ પુરૂષોને રંજન કરે નહીં, કેમકે (જેમ) મોતીમાં છિદ્ર પાડનારી શળી ટાંકણાનું કામ સારે નહીં. જે પુરૂષો કવિની કથાને રસ ગ્રહણ કરે છે તે બીજી કથાઓમાં રાજી થાય નહીં કેમકે મોથ ચરવામાં રસિક એવા કસ્તુરીયા મૃગ તે તૃણ ચરે નહીં. 17, જેને જડમાં પ્રતિભાનું અભિમાન થયું છે એવા ખળ, બિચારા કવી. દ્રોની ઉક્તિમાં કોણ માત્ર (કેમકે) અગ્નિ ઓલવવામાં ગર્વ ધારણ કરનારું જળ તે રનના પ્રકાશને શું કરી શકે. ઉલ્લેખની લીલા કરવામાં ડાહ્યા એવા વિદ્વાન ઝવેરી જેવા છે તેની વિચારરૂપ શરાણની પાટલીમાં સારી સૂક્તિ (સારી વાણી) રૂપી રત્નો તે નિધિરૂપ થાઓ. એમાં દુર્જનને કાંઈ પણ દોષ નથી તેનો સ્વભાવજ ગુણને ન સહન કરી શકે એવે છે. ચંદ્રખંડ જેવી ધોળી શેરડીની સાકર પણ કેટલાકને ગમે જ નહીં. છે ; ; . - - - 20. . કવિતાના વિલાસ નક્કી કુંકુમ અને કેસરના સહેદર (સગા ભાઈ) છે કેમકે તેનો ઉદ્દભવ શારદાદેશ (કાશ્મીર અને સરસ્વતીના હુકમ) વિના મહું બીજે ક્યાંઈ દીઠે નથી. 1 શબ્દનો અર્થ જણાવવાની શક્તિ, 18. 19 Jun Gun Aaradhak Trust