Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ જેમાં શત્રુવીરની અદ્ભુત એવી કીર્તિને હરણ કરનારે હારીત નામે આદિ પુરૂષ થયે અને (ત્યાર પછી) જેણે શત્રુઓના માનને વ્યય કર્યો એ માનવ્ય નામનો માની પુરૂષ થયો. 58. - જેમાં થયેલા રાજાઓને પ્રતાપ, વિલાસવાળા વાળરૂપી પાંદડાં જેમાં મળી ગયાં છે અને ખરી ગયેલાં પાંદડાંની પંક્તિ જેમાં ઘરેણું છે એવાં વૈરિ સ્ત્રીનાં મુખ કહી બતાવે છે. - 59. - જેમાં જગતના ઉગ્ર એવા કાંટાઓ છેદી નાંખ્યા છે, એવા ઉત્પન્ન થયેલા રાજાઓની કીર્તિ જાણે ક્રીડા ગૃહના આંગણામાં રમતી હોય તેમ ત્રણે જગતમાં ભમે છે. 60. જે રાજાઓએ, શત્રુના કઠેર ઠેઠ પીઠના હાડકામાં ભટકાઈ ભટકાઇને કુંઠિત ધારવાળી (થએલી) તરવારને તેઓના (શત્રુઓના) કપાળરૂપી શરાણના પથ્થરની પાટલીમાં (ઘસીને ) સજે છે. જે શિવજી પ્રસન્ન થયા તો પણ તે ઉપર નિરાદર રહી ત્રણ લોકમાં એકજ વીર એવા જેને દસમે માથે પણ તરવાર મુકતાં, પોતે પાર્વતીજીએ પકડી રાખ્યો 62. એવા રાવણને છતીને મૈથિલીપતિ (રામ) જે કુળની રાજધાનીમાં રહ્યા તે ઉજવળ કીર્તિવાળી અયોધ્યાપુરીમાં તે ક્ષત્રિઓએ નિવાસ કર્યો.૬૩. કેટલાક જીતવાવાળાઓએ જગતને છતીને વિલાસ કરવાની દીક્ષામાં રસિક એવાઓએ ક્રમે કરીને નારંગીના તક્તાએ ચુંબન કરેલ અને સેપારીનાં ઝાડ જેમાં છે એવી દક્ષિણ દિશામાં સ્થાન કર્યું. - તેમાં થયેલા રાજાઓએ, ચેળ દેશની સ્ત્રીના છાના ભાગના સાક્ષી એવા દક્ષિણ સમુદ્રને કાંઠે હાથીના દતે સળના કાંટારૂપ લેખણથી વિજયની * પ્રશસ્તિ લખી કાઢી છે. 65. તેઓ હાથના પરાક્રમથી દીપના રાજાઓની પરંપરાને ખોદી કાઢવાને તૈયાર થએલા પણ વિષ્ણુની પ્રતિષ્ઠા છે એમ માનીને વિભીષણના રાજ્યમાં આગળ વધતાં સંકુચિત થયા. કપુરની રજથી ધોળા થયેલા દ્વીપમાં લીલાથી કરીને hak ભ્રાંતિથી 66. P.P. Ac. Gunratnasuri M