Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ રાણીના કુંચરૂપી કુંભમાં રાજાના પુત્ર માટે સુરક્ષિત જે દુધ ( છે તે) વિલાસના હારમાં ઉજળાં મોતી છે તેને બહાને મોગરાના ફુલથી જાણે સુવાસિત કરાતું હોય. 65, રાણીના સ્તનની ડીંટડી કાળી છે તેને બહાને બે સ્તન ઉપર રાજાના પુત્રના ઉપયોગ માટે મોટાઈથી ઉતરી આવેલી રસાયની ઓસડની ગોળીની બે ફાડય હેય એવી શોભે છે. - નિરંતર યાચકને આયાસ દેનારું દારિદ્યને એ કેમ સહન કરી શકશે ? કેમકે જે રાણીના ગર્ભમાં છે ત્યાં જે મધ્યનું (કટિનું) દારિદ્ર નથી ખમી શકતે (એટલે કટિ ભાગ પાતળો પડેલે નથી ખમી શકત અર્થાત કટિ ભાગ પહોળો થયો છે.) - 67. - વલી (બેલી)ની હોટાઈ જેણે મટાડી છે તે (વિષ્ણુ) કોઈ પણ કારણથી આંહી (ગર્ભમાં) છે. એથીજ રાણીનો ગર્ભ પટ ઉપરની વલી (બલી અને વાટા)ની સ્થિતિ ભાંગતે થક ઉદરમાં રહ્યા છે. 68. પૃથ્વીને ભાર ઉતારવા સારૂ અવતાર લીધો છે તેથી એ (ગર્ભ) પૃથ્વીને પીડા થાય એ સહન કરી શકતા નથી તેથીજ જાણે રાણી ગર્ભના ભારના આળસને લીધે જાણે હળવે હળવે પગલાં મુકતી હેય. 69. તે અદ્ભુત ગર્ભ ધારણ કરનારી રાણ શબ્દ સહિત કચી (કદેરો) નાં મણીનાં પ્રતિબિંબ જેમાં પડયાં છે એવી સ્ત્રી વડે શોભે છે તે જાણે ચોતરફ પહેરેગીર ઉભા હોય એવી કુળદેવતાના સમૂહે સેવાતી શોભે છે. 70. એ રાણી રત્નમયી ભૂમિમાં અતિ દુઃસહ તેજ વડે સણગારેલી શોભે છે તે જાણે હેટા ઘરના પ્રતિબિંબને બહાને કુલાચલે પણ પ્રણામ કરાતી હોય. - રાજાની સ્ત્રી, મેખળાના સમૂહમાં રહેલાં માણેકનાં કિરણથી, ઉગનારા સૂર્ય સરખાના તેજને થયેલે સમૂહ, આગળ તડકે કેમ હોય એમ ધારણ કરે છે. () રાણીના હૃદયમાં રાત્રીના આરંભે જે ચંદ્રનું પ્રતિબિંબ પડે છે તે ગર્ભમાં રહેલા રાજાના પુત્રની સુખ સ્થિતિ માટે જાણે અસીસું કેમ હોય. 73. 72. P.P. Ac. Guniatnasuri M.S. un Gunaanak