Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 16 મા સર્ગમાં હેમંતનું વર્ણન, વિક્રમાંકદેવનું સ્ત્રીઓ સહિત મૃગયા માટે નીકળવું, મૃગયા વર્ણન, ત્યાંથી પાછા ફરવું. લેક 1 થી 53 સુધી. 17 મા સગામાં ! તેના રાજ્યમાં સુખોનું વર્ણન, તેને પુત્ર થવા, તેના દાનનું વર્ણન, તેણે વિષ્ણુનું મંદિર તથા તળાવ કરાવ્યાં, તેના પુરનું વર્ણન, ચેલ રાજાને ગર્વિષ્ટ સાંભળીને કાંચી નગરી તરફ ચઢવું. તે લડાઈનું વર્ણન, ત્યાં શૂર સ્ત્રીઓની પડયા પડય, એલનું ભાગવું, કાંચીપુરીમાં વિક્રમાંકદેવનું રહેવું, અને પોતાની નગરીમાં પાછા ફરવું. ગ્લૅક 1 થી 68 સુધી. 18 મા સર્ગમાં. . કવિનું પિતાનું વર્ણન, તેમાં કાશ્મીરમાં પ્રવરપુર છે, ત્યાં વિતસ્તા નદી છે ઈત્યાદિથી આરંભી પુર વર્ણન. ત્યાં અનંતદેવ રાજા હતો તેની સ્ત્રી સુભટાને કળશદેવ પુત્રનું થવું, તેને હદેવ, તેને નાનો ભાઈ ઉત્કર્ષદેવ, ત્રીજો વિજયમલ્લ પુત્ર થયો. એ પ્રવરપુરથી એક ગભૂતિ જયવન છે, ત્યાં તક્ષકકુંડ છે. તેને કાંઠે ખાનમુખ ગામ છે, ત્યાં કોશિકગેત્રી બ્રાહ્મણ છે. તેમાં મુખ્ય મુક્તિ કળશ, તેને રાજકળશ, તેને જયેક કળશ, તેની સ્ત્રી નાગાદેવીને બિહણ થયો. તેને મહેટ ભાઈ ઈષ્ટરામ અને નાનો ભાઈ આનંદ હતો. તે બિ૯૯ણે કર્ણાટકના રાજાનું આ કાવ્ય રચ્યું. ક 1 થી 108 સુધી, P.P.AC. Gunratnasuri Jun Gun Aaradhak Trust