________________
નિવેદન જૈન સમાજમાં વાંચવાને માટે ઘણું પુસ્તકો છે, તેમાનું આ વિક્રમચરિત્ર-યાને કૌટિલ્યવિજય (સચિત્ર) એ પણ અતિઉત્તમ બુદ્ધિગમ્ય-પરોપકારીકૃતિ અને ધર્મનિષ્ટતાના અનેક વિધ દ્રષ્ટાંતથી ભરપુર છે.
આ ગ્રન્થ બહાર પાડતા અમોને અત્યન્ત આનંદ થાય છે કે ! આ ગ્રન્થ સર્વમાન્ય તેમજ સર્વને પ્રિય થાય તે રસપ્રદ અને કૌટિલ્યથી ભરપુર છે આ પુસ્તકની પ્રથમવૃત્તિ મહેતા નાગરદાસ પ્રાગજીભાઈએ શા. મણીલાલ ન્યાલચંદભાઈ પાસેથી ભાષાન્તરરૂપે તૈયાર કરાવ્યું તે ખલાસ થતા. અમુક ટાઈમ પછી તેની માગણું ખુબજ ચાલુ રહી તેથી મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ પાસેથી પૂજ્યપાદ શાસન સમ્રાટ મહાનપ્રભાવીક યુગપ્રધાન-જગદ્ગુરૂ-આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજશ્રીના શિષ્ય રત્ન પ્રશાન્ત મૂર્તિ વિગુણસંપન્ન મુનિરાજશ્રી જીતવિજયજીગણી તથા તેમના શિષ્ય રત્ન વિર્ય મુનિશ્રી વિદ્યાનંદવિજયજી મહારાજશ્રીના સદુપદેશથી અમે એ વિક્રમચરિત્ર તથા પૃથ્વીચંદ્ર-ગુણસાગર એમ બને પુસ્તકોના સર્વ હક્કો લઈને તેમાંથી આ ગ્રન્થ અમોએ છપાવ્યો છે તેથી હવે તેમને કોઈપણ હક્ક રહેશે નહી. અને બીજા પણ છપાવનારાઓ અમારી રજા શિવાય છપાવી શકશે નહી.
મુનિરાજશ્રી જીતવિજયજી ગણિથીની ભાવના ઘણી ઉત્તમ છે કે સારામાં સારા પુસ્તક બહાર પડે અને તેને ઉપયોગ જનતામાં ખુબથઈ ધર્મનિષ્ઠ આત્માઓ બને એવી સંપૂર્ણ ભાવનાઓ સેવે છે
આ પુસ્તક ખુબ સુન્દર અને સુવ્યવસ્થિત કરવામા અને ચિત્ર બનાવવામાં અને મુનિરાજેનો અમે આભાર માનીએ છીએ.
gફ વિગેરે સુધારવામાં ઘણી જ કાળજી રાખવામાં આવી છે છતાં પૂર્વની સંજિત રચનામાં રહેલી કેટલીક ખામીઓ તથા પ્રેસથી