________________
૧૦]
વીર–પ્રચન - અતિશય એટલે જ દુનિયાના અન્ય જીવો કરતાં જેમાં કોઈ પ્રકારની વિશિષ્ટતા વા ચમત્કૃતિ છે તે; અર્થાત આશ્ચર્યકારક શક્તિ.
જ્ઞાનાતિશયથી એ સુચવવામાં આવેલ છે કે એમના જેવું જ્ઞાન અન્ય સામાન્ય કક્ષાના આત્મામાં નજરે પડે નહીં, સંપૂર્ણ જ્ઞાનદશા. વચનાતિશયથી એમના વચનો સત્ય અને ટંકશાળી હોય, એમાં શંકા કિંવા અસત્યને અંશ માત્ર ન સંભવે. પૂજાતિશયથી દુનિયાના પટપર દરેક સ્થાને પોતામાં રહેલ ઉત્તમ ચારિત્ર યાને વર્તનથી પૂજાને યોગ્ય બને જનવૃંદ તેમની હર્ષથી સેવાભક્તિને બહુમાન કરવા પ્રેરાય અને અપાયાપગમ અતિશયથી જ્યાં જ્યાં તેઓ વિચરે• પગ મૂકે ત્યાં ત્યાં મારી-મરકી, રેગ, પીડા, દુભિક્ષ (દુકાળ) આદિ કષ્ટોની પરંપરા નાશ પામી જાય; એટલે કે ત્યાં મંગળ–મયાવતી રહે. પુન્યવાનના પગલે પગલે રિદ્ધિ સિદ્ધિ પેદા થાય” કવિ વચન યથાર્ય છે. અહીં તે પુન્યના રાશિ( ઢગલો)પ્રભુ રહ્યા ત્યાં પછી આપદાઓનું નામ રહેવા જ ક્યાંથી પામે?
ગુરૂ તેજ હોઈ શકે કે જેઓ મુખ્યતાએ કરી કંચન, કામિનીના સંગથી સર્વથા મુક્ત હોય, અહર્નિશ અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય અને અકિંચનના રૂપ પંચ મહાન વ્રત યા નિયમોને દ્રઢતાથી પાળનારા હોય. જેઓને માત્ર એક જ મેક્ષ મેળવવારૂપ અભિલાષા વર્તતી હોય, સંયમી જીવનનું પાલન કરી કેવળ માધુકરી વૃત્તિઓ અને તે પણ રસની લુપતાથી નહિ પણ ધર્મ કરણીમાં શરીર એક અગત્યનું સાધન છે એમ સમજી તેને ટકાવવા પુરતા આહાર ગ્રહણ કરી પિતાને બાકીને સમય કેવળ ધર્મ પરિશિલન અને આત્મ ચિંતનમાં વ્યતીત કરતા હોય. જીજ્ઞાસુને મીઠા શબ્દોમાં ધર્મને બોધ આપી જાણતા હોય, છતાં કોઈ પણ સંજોગોમાં તુષ્ટ થઈ ન તે આશીર્વાદ આપે અગર તે રૂઝ થઈ ન તે શ્રાપ દે તેવી પ્રકૃતિવાળા હેય. એજ સાધુપણાને આદર્શ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com