________________
-
-
-
વીર–પ્રવચન
તવત્રયી–
જેનદર્શનનું સ્વરૂપ સમજવા સારૂ આ “તત્વત્રથી” કહેતાં ત્રણ મુખ્ય તત્વો જાણવાની જરૂર છે. જ્યાં લગી એ ત્રણ તાનું યથાર્થ નિરીક્ષણ કર્યું ન હોય, ત્યાં સુધી આગળ વધવું એ વૃષભ (બળદ) જોડ્યા વિનાના ગાડામાં બેસી માર્ગ કાપવાની ઈચ્છા રાખવા બરાબર છે. જેમ વૃષભ યુક્ત શકટ ઈપ્સિત સ્થળે પહોંચાડે છે તેમ આ ત્રણ તરની યથાર્થ સમજ ધર્મ સંબંધી બીજું દરેક પ્રકારનું રહસ્ય સમજવાને માટે આત્માને ભાગ્યશાળી બનાવે છે અર્થાત એવી લાયકાતનું ભાજન બનાવે છે. વળી એક રીતે કહીયે તે આ ત્રણેતામાં જ સારાયે જૈનેશનનું તત્ત્વજ્ઞાન અથવા તે સમગ્ર વિશ્વની રહસ્યમય બાબતે સમાઈ જાય છે. દેવતત્ત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વ રૂપ અનુક્રમે તે નામે છે. દેવ તત્વમાં દેવ કોણ હોઈ શકે? કવા પ્રકારના હોઈ શકે? દેવ છે એમ સાબીત કરવાના સાધને આદિ વસ્તુને વિચાર આવે છે.
દેવ તેજ હોઈ શકે કે જેનામાંથી દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, વીતરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કામ, અજ્ઞાન, મિથ્યાત્વ, નિંદ્રા, અવ્રત, રાગ અને ઠેષ રૂપ અઢાર મહાન દૂષણ સર્વથા નષ્ટ થઈ ગયા હોય અર્થાત જેમનામાંના એકાદને એક અંશ સરખો પણ ન રહ્યો હોય, વળી જે અશોકવૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ, દેવતાઈ ધ્વનિ, ચામર, આસન, ભામંડળ, દુદુભિનાદ અને છત્રરૂપ આઠ પ્રાતિહાર્યની દેવતાઈ ભાથી યુક્ત હોય અને જેમનામાં જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પગમ અતિશય રૂપ ચાર પ્રકારની સર્વોત્કૃષ્ટ વિશેષતા હેય. વળી જેમની વાણી પાંત્રીશ ગુણથી અલંકૃત હોય અને આવા બીજા સંખ્યાબંધ ગુણને જેમાં વાસ હોય તેજ દેવપણને એગ્ય છે. તેનું
'
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com