________________
૮]
વીર-પ્રવચન શું સંભવે ? એટલે કહેવું જ પડશે કે એવા પ્રકારની વાતે અનુભવી પુરૂષોના વચન ઉપર શ્રદ્ધા રાખીને જ અવધારવા યોગ્ય છે. આ સામાન્ય રીતે સંસારમાં બનતી અને અનુભવાતી બાબતેની વાત થઈ, તેમાં પણ આવા પ્રકારની શ્રદ્ધા વા વિશ્વાસની જરૂર પડે છે તે પછી ધર્મના તત્ત્વો અને તેની ગણત્રી જેવા ગહન વિષયની તે વાત જ શી કરવી? એવા ગહન અને બારિક વિષયમાં આપણું ચર્મચક્ષુ કરતાં જ્ઞાનચક્ષુ જ વધુ સારી રીતે કામ કરી શકે છે. કેવળ બુદ્ધિવાદ ત્યાં કામ આવતા જ નથી, એ વિષય પરત્વેનું દરેક કથન તેના મૂળ પ્રકાશકે પ્રથમ શાનચક્ષુ દ્વારા યથાર્થ રીતે નિહાળી પછી જ રાપર કલ્યાણ અથે તેને ઉપદેશ કરેલો હોવાથી જ્યાં લગી તેવા. પ્રકારનું સંપૂણ જ્ઞાન ન ઉદ્દભવે ત્યાં લગી વિશ્વાસ રાખી જાણવા પ્રયત્નશીલ રહેવાનું છે. જેમ જેમજ્ઞાનના આવરણને ક્ષપશમ વધતો જાય છે તેમ તેમ ઘણું ગૂઢ, જ|તી બાબતે પણ સરલરૂપે સમજાતી જાય છે, એટલે એવો ક્ષયપશમ થતાં લગી ધિરજ ધરવાની અને એ સારૂ ઉદ્યમવંત રહેવાની જરૂર છે. તેટલા સારૂ પ્રારંભમાં શ્રદ્ધા રાખી આગળ વધવાની જરૂર છે એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. શ્રદ્ધા વિના કોઈપણ વસ્તુની પ્રાપ્તિ યથાર્થરૂપમાં થઈ શકતી નથી. મહાત્માઓ તે વિષે શું કહે છે તે જુઓ.
શ્રદ્ધા વિના જે અનુસરે, પ્રાણ પુણ્યના કામ; છાર ઉપર તેલ લીંપણું, ઝાંખર ચિત્રામ.
ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યજી દેવગુરૂ ધર્મની શુદ્ધિ કહે કિમ રહે,
કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે, શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ ક્રિયા કરે, છારપર લીંપણે તેહ જાણે.
શ્રીમદ્ આનંદધનજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com