________________
વીર–પ્રવચન
[G
હરાવી દેવાય એ પરત્વે સંપૂર્ણ ધ્યાન આપવાનું છે. સની સમજ શક્તિ એટલી જ્વલંત ન જ હાઇ શકે કે જેથી દરેક વિષયમાં તે સાંસરી પાર પામી જાય. તેથી જ પુનઃ પુનઃ એ વાત પર ભાર મૂકવાને છે કે જ્યાં દુન્યવી બાબતમાં પણ ઉલ્ટાસુલ્ટી માનવા રૂપ પ્રસંગ ઉપસ્થિત થતાં વાર નથી લાગતી ત્યાં ધર્મ વિષયિક કઠીણુ વસ્તુ એકદમ કયાંથી સમજી શકાય. અને નજ સમજી શકાય તે એ સમજવા સારૂ સમયની રાહ જોતાં યત્ન જારી રાખવા જોઇએ પણ એથી ઉલ્ટું મ્હને ન સમજાયું માટે એ હું બગ છે અથવા તે કલ્પિત છે એમ કહેવા તત્પર નજ થવુ, એમ કરવેમાં કેવળ કહેનારની રભસ વૃત્તિ (ઉતાવળાપણું) જ તરી આવે છે!
જે આપણને બે હજાર વર્ષના ઈતિહાસ લખનાર મનુષ્યા ઉપર વિશ્વાસ રહેતો હાય તો તેથી કેટલાયે સમય પૂર્વે થયેલાં, સાધુ મહાત્માઓના લખાણ પર તેથી પણ વધુ રહેવા જોઇએ. લેખા સંસારી જીવન ગાળનાર હેાવાથી દાક્ષિણ્યતાથી કે મમત્વથી સથા મુક્ત ન થઇ શકે, જ્યારે સસાર ત્યક્ત સાધુ પુરૂષોને તેવું કઈ બંધન ન હેાવાથી તેમજ સત્ય વસ્તુ પ્રરૂપવારૂપ તેમને ધમ હેાવાથી, તેમના લખાણમાં પૂર્ણ વિશ્વાસ રાખવા એ જ યેાગ્ય છે.
વળી કેટલીક વાતા પ્રત્યક્ષ હાય છે, અને કેટલીક અનુમાનાદિ પ્રમાણેાથી માનવાની હેાય છે. ધારે। કે એક મનુષ્યે પેાતાના દાદાને નજરે જોયા નથી કેમકે તેના જન્મ અગાઉ તે મૃત્યુ પામી ગયા હતા, તેથી શું તે વિષયમાં શકા ધરી શકાશે ? જવાબ નકારમાં જ આવવાના, કારણ કે અનુમાન પ્રમાણથી એની સાબિતી કરી શકાય છે. બીજી વાત વિચારીયે. સેામલ એ ઝેર છે, તેના ભક્ષણથી મરણ નિપજે છે, એ વાત તેને ખાધા વગર પણ આપણે માની શકીએ. કાઈ કહે કે જાતે અનુભવ કર્યા વગર એ માનવા જેવું નથી અને તરતજ અનુભવ કરવા મડી જાય તેા એમાં પ્રાણહાનિ સિવાય ખાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com