Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 14
________________ વીર-પ્રવચન નજરે જોઈ શકાય એવું બનવું જ્યાં અશકય છે ત્યાં પછી નજરે ન જોઈ શક્યા માટે વાતે ખેતી જ છે એવો વૃથા બકવાદ શા કામને? એવી જ રીતે ઐતિહાસિક બાબત વિષે પણ ભૂલ ભરેલી માન્યતા રહેલી છે. ઇતિહાસિક તરિકે અણાતી બધી બાબતો સત્ય જ છે એમ કેણ કહી શકે તેમ છે? આજે પણ ઈતિહાસવેત્તાઓ વચ્ચે કયાં મતફેરે નથી? જુઓને સમ્રાટ નેપોલિયન વિષે ઈગ્લાંડના ઈતિહાસકારોએ જે લખાણ લખ્યું છે તે સત્યથી કેટલું વેગળું છે? સ્વતંત્ર લેખક મી. એબેટના લખાણ પરથી એ વાત સાબિત થાય છે અને તેઓએ ચિતરે જૂઠાણને ખ્યાલ આવે છે. ઝાંસીની રાણી લક્ષ્મીદેવી સંબંધે પણ આવી જ ભૂલભરી ને તેમણે કરેલી છે. હિંદમાં પિતાના દેશની મહત્તા બેસાડવા અને પિતાના જાતભાઈઓએ કરેલા કાળા કામે છુપાવવા અંગ્રેજ લેખકોએ બંગાળ અને અયોધ્યાના હેવાલમાં કેટલીયે હાથપગ વગરની વાતે ગોઠવી છે. કલકત્તાની અંધારી કોટડી (Black Hall) વિષેને એકજ દાખલે અત્રે બસ થઈ પડશે. એ વાત સત્ય તરિકે ઠોકી બેસાડનાર લેખકેની દલીલ કેવા પોકળ પાયા પર ચણાયેલી હતી તેને ખ્યાલ આધુનિક પુરાતત્વ શેધકાએ આપ્યો છે. એક સમયના ઇતિહાસકારોએ માની લીધેલા અનુમાને આજે ખોટા પડતા અને એને સ્થાને નવીન પ્રકારના જ બનાવોના ખ્યાલ આપતાં વૃત્તાન્ત આપણે શું નથી વાંચતાં? શોધખોળના આ યુગમાં હજુ તે કેટલું યે પરિવર્તન થશે. કહેવાનું એટલું જ કે ઐતિહાસિક વાતની પાછળ ધમપછાડા કરનારા વર્ગો પણ વગર વિચાર્યું માત્ર ઈતિહાસને ખરો માની બીજી પ્રમાણિક વાતે પ્રત્યે દુર્લક્ષ્ય કરવું એ ઠીક નથી. આથી રખે માની લેવાય કે ઐતિહાસિક તત્ત્વ સંબધે પરામર્શ કરે એ અયોગ્ય છે. બુદ્ધિ અનુસાર વિચારણું જરૂર કરાય એમાં લેશ માત્ર વાંધો નથી, પણું અપૂર્ણ વિચારણાને અતિ પ્રચલિત માન્યતાને એકદમ ખોટી ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 336