________________
- ૪]
વર–પ્રવચન
દેવા પણ કંઈને કંઈ બાબતમાં ઉણપવાળા નજરે જોવાયા છતાં કયે બુદ્ધિમાન તેનામાં દેવપણનો આરોપ કરી શકે? પાસે શસ્ત્ર રાખવાથી કયાતે પિતાને ભય છે એ વાતનું, અગર અને હણવાની વૃત્તિનું સ્પષ્ટ અનુમાન થાય છે. સ્ત્રી સહિતની મૂર્તિ ઉપરથી અતિ કામાંધ દશાને એક ખ્યાલ આવે છે. એ રીતે બીજા પણ ચિન્હો ઉપરથી, તેમજ મૂર્તિના આકાર ઉપરથી, એટલું તો સહજ રીતે પુરવાર કરી શકાય છે કે, એ કક્ષામાં વિચરતાં આત્માઓને દેવ ટિમાં નજ મૂકી શકાય. એની સામે વીતરાગ દશા સૂચક જીનપ્રભુની મૂર્તિ
, એ પરથી તરતજ એમાં રહેલી વિશિષ્ટતાને ખ્યાલ આવશે. જેમાંથી ગાદિ દૂષણે સર્વથા નાશ પામી ગયા છે એવી મૂર્તિની રચના જ અરે ! તેની આકૃતિ જ કંઈ જુદા પ્રકારની હોય છે.
આકૃતિ ઉપરથી સ્વરૂપનું સુચન થાય છે” એની કારનું વચન યથાર્થ છે. શાસ્ત્ર છે જેમાં પણ આવા પ્રકારની વિચિત્રતા નજરે પડે છે. એક સ્થાને “અહિંસા પરમો ધર્મ : 'ની વાત કરનાર ગ્રંથમાજ બીજી જગ્યાએ યજ્ઞ માટે હોમવાના પશુના વર્ણને સાંભળી હૃદયમાં કમકમાટ આવે છે. શીળ વા ઉત્તમ પ્રકારના આચારને અગ્રપદ આપનાર શાસ્ત્રમાંજ “નિયોગ' જેવા નિંદનીય કાર્યની વાત વાંચતા, અને આવા પગલે પગલે દૃષ્ટિગોચર થતાં વિરોધ માટે શું ધારવું તે સમજી શકાતું નથી. દયાની લાંબી લાંબી વાત કરનાર બૌદ્ધ ધર્મીઓ પણ હિંસા સેવતા જોઈ મન ગુંચવાઈ જાય છે. આવા જ પ્રકારની સ્થિતિ ખ્રિસ્તી અને મુસલમાન ધર્મ સંબંધમાં છે. ટુંકામાં કહીયે તે ઉમદા પ્રકારના તત્વો સાથે તેવા પ્રકારનું આચરણ દેખા દેતું નથી પ્રસ્તુતમાં કહેવાનું એટલુંજ કે ધર્મના લક્ષણ જે સૂચવી ગયા છીએ એ અનુસારના પુરેપુરા લક્ષણે માત્ર “જૈનધર્મ”માં જ પ્રાપ્ત થાય
છે. તેની સાક્ષીરૂપે “જન ભગવાન”ની મુર્તિ અને “જૈન આગમ - પ્ર ”નું સ્વરૂપ વિચારવાની સૌ કોઈને છૂટ છે. પક્ષપાતની દષ્ટિનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com