Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 10
________________ વીર-પ્રવચન ૨] < ઉપરથી ફલિત થાય છે કે ધમ ગ્રહણમાં પણ પરીક્ષા કરીને જ પગ માંડવાના છે. ‘ ઉજળું એટલું દુધ ન હેાય, તેમ સત્ર આંબાના ઝાડા પણ ન જ હોઈ શકે ' સ ધ સરખા છે એમ કહી નાંખવામાં બુદ્ધિની વિશાળતા નથી પણ કેવળ લીલામ છે. ટકે શેર ભાજી ટકે શેર ખાö ' જેવા મૂર્ખાઈ ભર્યો ન્યાય છે. વસ્તુ વસ્તુ વચ્ચે જેમ તરતમતા અને ભિન્નતા રહેલી છે તેમ ધર્માંધ વચ્ચે પશુ ઉત્તમતા–કનિષ્ટા રૂપ ધારણા છે; તેથી સુજ્ઞજને પ્રથમ પરીક્ષા કરી એમા જે ધર્મ ઉત્તીર્ણ થાય તેને જ પકડવા ઘટે છે. ધર્મ પરીક્ષા જેમ સુવર્ણની પરીક્ષા ચાર પ્રકારથી થઈ શકે છે. દાખલા તરીકે કસોટી પર ધવાથી, છેદ કરવાથી, હથેાડાવતી કી જોવાથી અને અગ્નિમાં તપાવી જોવાથી; તેવીજ રીતે ધરૂપ સર્વોત્કૃષ્ટ કનકની પરિક્ષા કરવાના ચાર સાધતા છે. શ્રુત, શાલ, તપ અને યા. જે ધર્મ ગ્રંથામાં કર્ણને પ્રિય લાગે અને આત્મા હેાંશથી ગ્રહણ કરે તેવા ઉમદા આધ ભર્યા છે, જેમાં શીલ યાને સચ્ચારિત્ર ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યે! હાય છે, જ્યાં કર્મારૂપી અનાદિકાળની મલિનતાને જડમૂળથી ધાઈ નાંખવામાં . અન્ય સર્વ સાધનેા કરતાં ‘ તપ નામના તેજી સાધનને અશ્ર પદ આપવામાં આવેલું છે, અને જેમાં સારાયે વિશ્વના તમામ પ્રાણીઓ પ્રત્યે દયા-અમીષ્ટિ રૂપ વર્ષાનું સિચન ડગલે પગલે દેખાડવામાં આવ્યું હાય છે તેજ ધર્મ આત્મ પ્રગતિમાં એક સારા અને અનુભવી ભામિયાની ગરજ સારે છે. એના સેવન–પાલન-મનન અને નિદિધ્યાસનથી આત્મા પરમાત્મા બની શકે છે. અહિંસા પરમો ધર્મ: એ ટંકશાળી વચન છે. જગતના નાના મેટા–કીડીથી કુંજર સુધીના-જીવા સાથે મૈત્રીભાવ ભર્યું આચરણ કુવાનું જે ધર્મ શીખવાડે, તેજ ધર્મી અભ્યુદય અર્થે હાઈ શકે. ઉપરાંત ચાર પ્રકારની પરીક્ષામાં પસાર થયેલ સુવર્ણને જ ‘ સા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 336