Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 11
________________ વર–પ્રવચન . ! રચનું” બિરૂદ મળી શકે છે, તેમ ધર્મ પણ ઉક્ત ચાર પ્રકારની કસોટીમાંથી ઉત્તીર્ણ થઈ શકે તેવો હોય તે જ તે એઇપણની કટિમાં જઈ શકે છે; જેમ શિઆળને સિંહનું ચામડું ઓઢાડવા માત્રથી તે સિંહ નથી થઈ શકતું તેમ મારે ધર્મ સર્વોત્કૃષ્ટ છે એમ માત્ર બોલવાથી ધર્મની શ્રેષ્ઠતા સાબીત થઈ શકતી નથી. પરીક્ષાના સાધન– વર્તમાન કાળે પ્રાચીન ગણાતા એક પણ ધર્મના સ્થાપક દ્રષ્ટિગોચર થતાં ન હોવાથી, એનામાં કેવા પ્રકારના ગુણવગુણ હતાં અગર તે એનું વર્તન કેવા પ્રકારનું હતું એ જેવીનું–ની તુલના કરવાનું સામે માત્ર અત્યારે તેની વિદ્યમાન પ્રતિકૃતિ, તેમજ તેણે iઉપદેશેલા ૬ મૃત જે ગ્રંથરૂપે પ્રકાશિત થયા હોય છે તેજ છે, અર્થાત હાલમાં નજરે આવતી મૂર્તિઓ અને ભિન્ન ભિન્ન પ્રકારના ધાર્મિક પુસ્તકો દ્વારા મૂળ સ્થાપકે સબધે જ્ઞાન મેળવી શકીએ અને એની સરખામણી મારફતે કયો શ્રેષ્ટ છે એ વાતને નિષ્કર્ષ કાઢી શકીએ. શ્રી હરિભદ્રસુરિ જેવા વિદ્વાન મહાત્માએ કહેલું છે કે “આગમ તેમજ યુક્તિથી જે અર્થ સિદ્ધ થઈ શંક, તે પરીક્ષા કરેલા કનકની માફક ગ્રહણ કરવા યોગ્ય છે. એમાં પક્ષપાતનું શું પ્રયોજન છે? સાંભળવાને કાનો, વિચારવાને સારુ બુદ્ધિ તથા વાણીને યોગ છતાં જે સાંભળે કે વિચારે નહીં તેને માટે શું કહેવું? પ્રત્યક્ષ રીતે શ્રી રૂષભદેવ કે વિષ્ણુ, શંભુ કે બ્રહ્મા અથવા એ સિવાયના કેઈ દેવને જોયા નથીછતાં તેમની મૂર્તિઓ ઉપરથી તેમજ તેમને લગતા ધર્મ ગ્રંથમાંથી તેમના વિષે આવતા સ્વરૂપ પરથી તેઓમાં રહેલા સત્ય વિષે વિચાર કરવામાં આવે તે યથાર્થ વસ્તુને બોધ થઈ શકે છે.” . શકના હસ્તમાં વજ, બળદેવની મૂર્તિ હળ સહિત, વિષ્ણુ ચક્રરૂપી શસ્ત્રવાળા, કાર્તિકસ્વામી શક્તિને ધરનારા, અને રૂદ્ર ગિળ ધારણ કરી સ્મશાન ભૂમિમાં રહેનારા અને તેવા જ પ્રકારના અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 336