Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
-
-
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતઘરેણુથી શોભેલા (મેહ મમત્વ રહિત) સાધુ પુરૂષ આ. જગતમાં આનંદ પામો અથવા જ્ઞાનાદિની સમૃદ્ધિ પામે. ૩
સ્પષ્ટાર્થ—જે સાધુઓએ પોતાના ઉપર બહુ જ પ્રેમ રાખનારી સ્ત્રીને ડાકણ સરખી ગણુને છોડી દીધી છે તે સાધુ પુરૂષે આ પૃથ્વીમાં આનંદ પામો એમ કવિએ કહ્યું. અહીં સ્ત્રીને ડાકણની ઉપમા આપવાનું કારણ એ છે કે જેમ ડાકણ દુઃખ ઉપજાવે છે, તેમજ એના મન વચન કાયાની ચંચળતા હોય છે તેમ સ્ત્રી પણ દુઃખ ઉપજાવે છે, અને ચંચલ ગવાળી છે. તે વિચારે કંઈ, બેલે કંઈ, અને કરે કંઈ. માટે સ્ત્રીને ડાકણ સરખી કહી છે.
તથા સંસારી જીવને જેમ પાંચ ઈન્દ્રિય આદિ ૧૦ પ્રાણું વહાલા છે તેમ લક્ષ્મી પણ હાલી છે. એટલે પોતાના પ્રાણથી પણું લક્ષમી વધારે વહાલી હોય છે. માટે ધનને ૧૧ મેં પ્રાણ કહ્યો છે. વળી બીજી રીતે ગણુએ તે પ્રાણથી પણ લક્ષ્મી અધિક પ્રીય છે, કારણ કે હજાર લોક લક્ષમી કમાવાને અર્થે જીવતાં જોખમ ખેડે છે, અને યુદ્ધ વિગેરેમાં પ્રાણને પણ ગુમાવે છે.
તથા લક્ષ્મીને નાગણ સરખી કહી તેનું કારણ એ કે નાગજીમાં જેમ ઝેર રહેલું છે તેમ લક્ષ્મીમાં પણ વૈર ઈર્ષ્યા આદિ ઉપજાવવા રૂપ ઝેર રહ્યું છે. આપણે સાક્ષાત્ જોઈએ છીએ કે એક માણસ ધનવાન બને તે બીજા ઈર્ષાલુ-વેર ઝેર રાખનારા કે તેના ઉપર ઘણી ઈર્ષ્યા કરે છે, વેર રાખે છે. અને તેનું ધન નાશ પામે અથવા તે પિતાને