________________
૬
નિ વે ઇ ન
છે. શ્રી સવજી જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રભાવક મહાપુરૂષ સિદ્ધાંતના તને વિશ્વના ઉદ્ધાર માટે ઉચ્ચ કોટિના ગ્રંથમાં ગૂથી પરમ તારક બન્યા છે. શ્રી ઉમાસ્વાતિજી રચિત “તવાથધિગમ સૂત્ર” અને ચિરંતનાચાર્ય રચિત “પંચસૂત્ર” ગ્રંથ છે. આ ગ્રંથમાં તત્ત્વ ઘણું સમાએલું છે.
એ રીતે શ્રી સિદ્ધર્ષિ ગણ દ્વારા વિરચિત શ્રી “ઉપમિતિ ભવપ્રપંચા કથા” ગ્રંથ પણ અગાધ છે. એ દુષમકાળમાં પણ સુષમ કાળના સમયના સ્વાદને ચખાવે છે. .
- આ ગ્રંથ કથાનુયોગને હેવા છતાં, એમાં દ્રવ્યાનુયેગનું સુંદર વર્ણન, શબદોની વ્યાખ્યા, કથાની રસધારા છે. આ ગ્રંથ જૈન અને જેતરોમાં પણ સુપ્રસિદ્ધિને વરેલું છે. આ ગ્રંથ સોળ હજાર
કના પ્રમાણને છે. આચાર્ય દેવેન્દ્રસૂરીશ્વરજીએ એમાં સંક્ષેપ કરી ઉપમિતિ ભવપ્રપંચો કથા સારોદ્ધાર” ગ્રંથ રચ્યો. એનું પ્રમાણ છ હજાર લેક જેટલું છે. એ દ્વારા “ટુંકું ને ટચ” જાણવાની ઇચ્છાવાળા ભવ્ય ઉપર સુંદર ઉપકાર કર્યો ગણાય.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત “વૈરાગ્ય કલ્પલતા” ગ્રંથ પણ પ્રસ્તુત ગ્રંથનું રૂપાંતર છે. શ્રી “ભુવનભાનુ કેવલી” ચરિત્રમાં પણ આની ઘણી છાયા દેખાય છે. શ્રીયુત મેતીલાલ ગીરધરચંદ કાપડીયાએ ઉપમિતિ ગ્રંથ ઉપર સુંદર અને સરલ વર્ણન કર્યું છે.