________________
પ્રસ્તાવના.
દશવૈકાલિક સૂત્ર સાથે આનું પણ ભાષાંતર કરવા પ્રાર્થના થવાથી આ ભાષાંતર ફક્ત ૧ હું અધ્યયન ૧૯૭૬ ના ચતુર્માસ પછી શરૂ કરેલું અને આદર્શ પ્રેસવાળા પંત વાડીલાલભાઈની પ્રાર્થનાથી તેને છાપવા આપેલું, પણ તેમની બેદરકારીથી દોઢ વરસમાં ફક્ત આઠ ફર્મા છપાયેલ અને તેમનું મરણ થવાથી યુનિયન પ્રેસમાં બાકીનું છપાવેલ છે. એટલે સાડાત્રણ ફમાં આશરે પહેલા અધ્યયનના અને બીજા અધ્યનના પાંચેક ફમી છે. કુલ ૧૯ ફરમાનું આ પુસ્તક બહાર પડે છે, અને અનુક્રમે અનુકુળ સંજોગે બીજા ભાગે પણ બહાર પાડવા જના છે, પહેલું અધ્યયન મને નવા અભ્યાસ તરીકે છે, તેમ કઠણ વિષય છે, તેથી વાંચનારને પણ સહેજ કંટાળે આવશે, તેમ ભાષાંતર કરનારને પણ અનુભવવું પડ્યું છે, બીજું અધ્યયન તેવું કઠણ નહોતું, અને અભ્યાસ વધેલ હેવાથી વાંચનારને સુગમ લાગશે, તેમ મને પણ ભાષાંતર કરવું સુગમ લાગ્યું છે, માટે ૧લા અધ્યયનમાં સમય નામથી જૈન સિદ્ધાંત અને પરમતનું વિવેચન કર્યું છે, તેનું કંઈક વિવરણ કરવું અહીં યેય ધાર્યું છે, કે અમારા જૈન નવા અભ્યાસીઓને અને જૈનેતર બંધુ એને વાંચવું સુગમ પડે.