________________
दीधितिः१
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સા.અવચ્છેદક તા.વહ્નિત્વથી અવચ્છિન્ન છે. પણ તદિતરથી અનવચ્છિન્ન જ છે. અને માટે એ પ્રતિયોગિતા એ ઉભયથી અનવચ્છિન્ન જ બની જતા લક્ષણઘટક બની જશે. અને એનો અવચ્છેદક તાદશવહ્નિત્વ=વહ્નિત્વ એ જ સાધ્યતાવચ્છ દ ક હોવાથી અવ્યાપ્તિ આવશે. ખ્યાલ રાખવો કે એ પ્રતિયોગિતા મહાનસીયવહ્નિવૃત્તિત્વવિશિષ્ટવહ્નિત્વથી અવચ્છિન્ન હોવા છતાં મહાનસીયવહ્નિવૃત્તિત્વધર્મથી અનવચ્છિન્ન જ બને. - કેમકે એ ધર્મ તાદશ પ્રતિયોગિતાવાનું વ્યક્તિમાં રહેતો નથી. ખુબ ઉંડાણથી આ વાત વિચારવી. છે આ આપત્તિ દૂર કરવા માટે આવા શુદ્ધ સાધ્યતાવચ્છેદક સ્થલે એવો નિવેશ કરવો પડે કે તાદશપ્રતિયોગિતાવચ્છેદકતા નિરવચ્છિન્ન જ લેવાની. હવે અહીં તો પ્રતિયોગિતાવચ્છેદક તરીકે મહાનલીયવહ્નિવૃત્તિત્વવિશિષ્ટવહ્નિત્વ લીધું છે. તેમાં અવચ્છેદકતા આવી. અને વિશિષ્ટમાં આવતી અવચ્છેદકતા એ વિશેષણથી અવચ્છિન્ન જ હોય છે. એટલે આ અવચ્છેદકતા નિરવચ્છિન્ન ન હોવાથી એ ન લેવાય. ?
આમ અહીં ઘટાભાવ જ લેવો પડે. કેમકે ઘટત્વમાં જ આ પ્રતિયોગિતાવચ્છેદકતા આવશે. અને ઘટત્વ તો શુદ્ધજાતિરૂપ હોવાથી આ પ્રતિયોગિતાવચ્છેદકતા એ નિરવચ્છિન્ન મળી જશે. અને આવી જે પ્રતિયોગિતા છે તેનો અનવચ્છેદક વહ્નિત્વ મળી જતા લક્ષણસમન્વય થઈ જશે. કે એ રીતે જાતિમદ્વાન્ ઘટતાત્ આ સ્થલ સાચું છે. કેમકે ઘટત્વ ઘટમાં જ રહે છે. અને ત્યાં રૂપાત્વાદિજાતિવાળા રૂપાદિ તો રહે જ છે. પણ અહીં સાધ્ય તરીકે "જાતિમતુ" છે. એટલે સાધ્યતા વચ્છેદક તરીકે જાતિમત્ત્વ જાતિઓ બનશે. અહીં ઘટવાદિ એ "જાતિ" કહેવાય. પણ "જાતિ" શબ્દ તો જાતિ નથી જ. અર્થાત્ અહીં રૂપ~સ્પર્શવાદિ ઘણી બધી જાતિઓ અવચ્છેદક છે. એટલે તેઓ શુદ્ધ એવા સાધ્યતાવચ્છેદક ન કહેવાય. અર્થાત્ અહીં જાતિત્વવિશિષ્ટ એવી જાતિઓ અવચ્છેદક બને છે. અહીં પણ જો દીધિતિનું લક્ષણ માનીએ તો અવ્યાપ્તિ આવે. કિપટસમવેત એવું નીલાદિરૂપ લો, તે રૂપમાં નીલત્વાદિ જાતિ છે. એટલે એ નીલત્વ-રૂપવાદિ જાતિઓ પટસમવેતત્વને સમાનાધિકરણ બની. પટસમવેતત્વ પણ રૂપમાં છે અને નીલવાદિ જાતિઓ પણ રૂપમાં છે આમ આ જાતિઓ સામાનાધિકરણ્યસંબંધથી પટસમેવતત્વવિશિષ્ટ બની. આવી જાતિવાળું રૂપાદિ તો ઘટમાં રહેલ રૂપ ન જ બને. પણ પટમાં રહેલ રૂપ બને. ઘટમાં રહેલ રૂપાદિ તો સામાનાધિકરણ્યસંબંધથી ઘટસમવેતત્વવિશિષ્ટજાતિવાળા જ બને. આમ ઘટમાં પટસમવેતત્વવિશિષ્ટજાતિમાનનો અભાવ જ મળે. અને એ અભાવની પ્રતિયોગિતાની અવચ્છેદક તાદશવિશિષ્ટજાતિઓ બને. અને એ જ વિશિષ્ટ=શુદ્ધજાતિઓ એ સાધ્યતાવચ્છેદક હોવાથી અવ્યાપ્તિ આવે. અહીં પણ પટસમવેતત્ત્વવિશિષ્ટજાતિમન્ના અભાવની પ્રતિયોગિતા તાદશજાતિમાનમાં આવી. એનો અવચ્છેદક તાદશજાતિ (પટસમવેતત્વવિશિષ્ટ જાતિ) બને. પણ પટસમવેતત્વ એ તો તાદૃશજાતિમાં જ છે. તાદશજાતિમાનમાં તો નથી જ. એટલે આ પ્રતિયોગિતાનો અવચ્છેદક પટસમવેતત્વ તો ન જ બને. એટલે એ પ્રતિયોગિતા જાતિમાત્રથી જ અવચ્છિન્ન છે. તદિતરથી અવચ્છિન્ન નથી માટે એ લેવાય એટલે અવ્યાપ્તિ ન આવે. છે એટલે જ્યાં જાતિઓ વિગેરે વિશિષ્ટ સાબિતાવચ્છેદકો હોય ત્યાં આવ્યાપ્તિ નિવારવા એમ કહેવું પડશે કે અહીં લક્ષણઘટક પ્રતિયોગિતાની અવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકતાવચ્છેદકતદિરથી અનવચ્છિન્ન હોવી જોઈએ. એવી અવચ્છેદકતા જ્યાં હોય તે જ પ્રતિયોગિતા લેવાની. અને તેનો અનવચ્છેદક સાધ્યતાવચ્છેદક
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૩