________________
दीधितिः९
ઘટાભાવ બને છે. માટે તેમાં આ સંસર્ગાભાવની વ્યાખ્યા જાય છે. આમ વ્યાપ્તિના લક્ષણમાં સંસર્ગાભાવ છે અને સંસર્ગાભાવમાં ઘટક તરીકે જન્યતા છે. જન્યત્વ=કાર્યવં કારણવ્યાપ્યત્વે સતિ કારણનિષ્ઠાન્યથાસિદ્ધિ-અનિરૂપકત્વ રૂપ છે. આમાં વ્યાપ્યત્વ=વ્યાપ્તિ એ ઘટક છે. આમ જન્યતા એ વ્યાપ્તિઘટિત છે. જે ભૂતલ પર પહેલા પ્રહરે ઘટ છે. પછી દંડથી તુટી ગયો. ચૈત્ર આવીને બોલે છે કે "અત્યારે આ ભૂતલ ઉપર ઘટધ્વંસ છે. કેમકે પહેલા પ્રહરમાં રહેલો ઘટ જો અત્યારે પણ હોત તો દેખાત. પણ નથી દેખાતો. માટે અહીં ઘટધ્વંસ છે. આમ અહીં પહેલો પ્રહર પૂર્વકાળ એ ઘટäસપ્રતિયોગિતાનો અવચ્છેદક બને છે. એમ કુંભાર ઘડો બનાવે છે ઘડો બનવાને થોડી વાર છે. ત્યારે ચૈત્ર ત્યાં પહોંચીને બોલે છે કે "અત્યારે ચક્ર ઉપર ઉત્તરકાળમાં ઉત્પન્ન થનારા એવા ઘડાનો પ્રાગુ અભાવ છે. કેમકે જો ઉત્તરકાળમાં ઉત્પન્ન થનારો ઘટ અત્યારે હોત તો તેનું પ્રત્યક્ષ થાત. પણ થતું નથી. માટે તેનો પ્રાગભાવ છે." આમ અહીં ઉત્તરકાળ એ પ્રાગભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક બને. વ્યાપ્તિલક્ષણમાં સંસર્ગાભાવ ઘટક છે. અને એમાં ઘટક એવી જે સંસર્ગારોપજન્યતા અને તેના ઘટક એવી વ્યાપ્તિથી જ ઘટિત આ વ્યાપ્તિલક્ષણ છે. માટે અહીં ચક્રકદોષ આવે છે. કે ઉત્તર: તમે સંસર્ગભાવની જે વ્યાખ્યા બનાવી એ જ અતિવ્યાપ્ત બને છે. તે આ પ્રમાણે જો ઘટમાં હતાદાભ્યથી ગૌ હોત તો દેખાત. એ પ્રતીતિ દ્વારા "ઘટઃ ગોભિન્ન" એ જ્ઞાન થાય છે. અને તેનો વિષય ગોભેદ
બને છે. આમ ગોભેદમાં સંસર્ગાભાવનું લક્ષણ અતિવ્યાપ્ત બનશે. કે પ્રશ્નઃ અહીં "સ્વપ્રતિયોગિતાવચ્છેદક-તાદાભ્યભિન્ન સંબંધથી સંસર્ગારોપજન્યપ્રતીતિવિષય-અભાવત્વ" એવી વ્યાખ્યા સમજવી. ઉપર તો તાદાભ્યથી સંસર્ગારોપજન્યપ્રતીતિવિષય-અભાવત્વ ગૌભેદમાં આવે છે. માટે ત્યાં
આ લક્ષણ અતિવ્યાપ્ત ન ગણાય. એટલે દોષ નથી. કે ઉત્તરઃ તો પણ પ્રાગભાવ, ધ્વસાભાવમાં શી રીતે લક્ષણસમન્વય થશે?
પ્રશ્ન: "જો આ ભૂતલ ઉપર પૂર્વકાલાવચ્છેદન ઘટ હોત=પૂર્વકાલવૃત્તિત્વવિશિષ્ટ ઘટ હોત તો દેખાત" એ સંસર્ગારોપથી જન્ય એવી "ભૂતલે ઘટો ધ્વસ્ત " પ્રતીતિ થાય જ છે. આમ ધ્વંસની પ્રતિયોગિતાનો અવચ્છેદકસંબંધ પૂર્વકાળ બને છે. તેમ "જો આ ભૂતલ ઉપર ઉત્તરકાલાવચ્છેદન ઘટ હોત–ઉત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ ઘટ હોત તો દેખાત" એ સંસર્ગારાપથી જન્ય એવી "ભૂતલ ઘટપ્રાગભાવઃ" પ્રતીતિ થાય જ છે. આમ પ્રાગભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદકસં. ઉત્તરકાળ બને છે. અને એ રીતે એ બેયમાં પણ આ સંસર્ગભાવની વ્યાખ્યા ઘટી જાય છે.
जागदीशी -- *घटितमिति । -तथा च चक्रकादिप्रसङ्ग इति भावः। तत्र-जन्यत्वे नियमान्तरस्य-साध्यसम्बन्धितावच्छेदकरूपवत्त्वादिस्वरूपस्येत्यर्थः।।९।।
चन्द्रशेखरीयाः अथ प्रकृतं प्रस्तुमः । व्याप्तिलक्षणे संसर्गाभावः प्रविष्टः, संसर्गाभावे जन्यता प्रविष्टा, जन्यत्वं च कारणव्याप्यत्वे सति कारणनिष्ठान्यथासिद्ध्यनिरूपकत्वं । तथा च जन्यतायां व्याप्यत्वं व्याप्तिः प्रविष्टा । एवं च अत्र
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૯૦.