Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 242
________________ - મૃખપૃષ્ઠ પરિચય , વૈજ્ઞાનિકો ટેલીસ્કોપના સહારે ગ્રહો, તારાઓ, ચંદ્ર વિગેરેની સૂક્ષ્મમાં સૂમ માહિતીઓ જાણી લે છે. ટેલીસ્કોપ - વિના એ અતિ દૂર રહેલા ગ્રહો વિગેરેની સૂક્ષ્મ માહિતીની. પ્રાપ્તિ તેઓ ન કરી શકે. જિનાગમો અને મુખ્યત્વે સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી તથા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબ વિગેરે મહાપુરુષોના અદ્વિતીય કક્ષાના ગ્રંથો એ આકાશમાં ચમકતા તારાઓ, ગ્રહો, નક્ષત્રો જેવા છે. એમાં એવા તો પદાર્થોના | ખજાનાઓ પડેલા છે કે એને પામીને મન મોરલો નાચ્યા વિના ન જ રહે, પણ એ બધા પદાર્થો સહેલાઈથી હાથમાં આવે એવા નથી. એના માટે ન્યાયગ્રંથોનો અભ્યાસ એ ટેલીસ્કોપનું કામ કરે છે. સંયમીઓ જો ખૂબ સારી રીતે મુક્તાવલિ, વ્યાપ્તિપંચક અને છેલ્લે આ સિધ્ધાન્તલક્ષણ સુધીના ન્યાયગ્રંથોનો અભ્યાસ કરશે તો એમની બુધ્ધિ ખૂબ જ તીક્ષ્ણ બનશે. એ સૂક્ષ્મપ્રજ્ઞા પછી અણમોલ ગ્રંથોના રહસ્યોને પામવા માટે અતિશય ઉપયોગી બની રહેશે. | આ જ વાત અમે મુખપૃષ્ઠ દ્વારા દર્શાવી છે. આ હકીકત સમજવા માટે આ ગ્રંથની પ્રસ્તાવના અવશ્ય વાંચવી. Servi

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252