________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
અભાવ છે. આમ આ સિવાયના તમામ સંયોગોના અવચ્છેદક તો બેય બને જ છે. હવે શાખા એ કપિસંયોગાભાવ+કીડીસંયોગાભાવની અનવચ્છેદક છે. અને મૂલ પક્ષીસંયોગાભાવપથિસંયોગાભાવનું અનવચ્છેદક છે. આમ બે ય પરસ્પર અનવચ્છેદક બન્યા. હવે આ મૂલશાખા બે ય પરસ્પરાનવચ્છેદક તરીકે ગણાય. અને તેમાં શોખાથી અવચ્છિન્ન વૃત્તિતા તો કપિસંયોગાભાવ+કીડીસંયોગાભાવ સિવાયના તમામ અભાવોમાં મળશે પણ આ બે અભાવો એ શાખા-અવચ્છિન્ન નથી જ બનવાના. એટલે પરસ્પરાનવચ્છેદકાનવચ્છેદ્યત્વથી વિશિષ્ટ આ બે જ અભાવો મળશે. બાકીના બધા સંયોગ-અભાવો તો તદવિચ્છન્ન જ બની જવાના છે. માટે ત્યાં ઉપાધિ સાધન-અવ્યાપક બની જાય છે. હવે ગુણમાં રહેલા તમામે તમામ અભાવો એ તો પેલા પરસ્પરાનવચ્છેદક શાખા+મૂલથી અનવચ્છેદ્ય જ છે. માટે ત્યાં સંયોગીયયાવવિશેષાભાવો એ પરસ્પરાનવચ્છેદક-અવનવચ્છેદ્યત્વવિશિષ્ટ મળી જાય છે. એટલે આ ઉપાધિ સાધ્યવ્યાપક પણ બની જાય. જો કે જે સંયોગો વૃક્ષમાં ક્યાંય નથી રહેતા તે હતો ત્યાં નિરવચ્છિન્ન અનવચ્છેદ્યવૃત્તિક જ બનવાના. પરંતુ વૃક્ષમાં જ પર્ણ-પુષ્પ-ફલાદિમાં જે સંયોગો છે તેઓના અભાવ તો ત્યાં શાખાઅવચ્છેદ્ય જ બની જવાના હોવાથી વૃક્ષમાં તાદશવિશિષ્ટ એવા યાવવિશેષાભાવો
તો ન જ મળે. એટલે વાંધો ન આવે. કે અહીં પણ સાર તો એ જ છે કે પરસ્પર-અનવચ્છેદકમાં પરસ્પર કપિસંયોગાભાવ, પક્ષીસંયોગાભાવ ઇત્યાદિ કોઈપણ બે અભાવ લેશું. અને તેના અનવચ્છેદક તરીકે તો કપિસંયોગનું અધિકરણ શાખા અને પક્ષીસંયોગનું અધિકરણ મૂલ જ બનવાનું. ગુણાદિમાં તો આ બધા જ અભાવો વ્યાપ્યવૃત્તિ હોવાથી અવચ્છેદકઅનવચ્છેદનની વિવફા તેમાં થતી જ નથી. આમ મૂલશાખા જ લેવાશે. અને તેમાં કોઈપણ એક પકડો, તો મૂલથી અનવચ્છેદ્યવૃત્તિતાવાળા અભાવ તરીકે તો "જે સંયોગો મૂલમાં રહેલા છે." તે પક્ષીસંયોગ વિગેરેના અિભાવો જ બનવાના. બાકીના શાખાદિગત કપિસંયોગાદિના અભાવો તો એ મૂલાવરચ્છેદ્ય જ બની જવાના
એટલે વૃક્ષમાં તમામે તમામ સંયોગાભાવો એ મૂલાનવચ્છેદ્યવૃત્તિકત્વવિશિષ્ટ નથી જ મળવાના. માત્ર પક્ષીસંયોગાભાવાદિ જ મૂલાનવચ્છેદ્યવૃત્તિકત્વવિશિષ્ટ મળશે. બીજા નહીં. એટલે આ ઉપાધિ ગુણમાં મળશે પણ કોઈપણ દ્રવ્યમાં નહી આ તો માત્ર વૃક્ષનું દષ્ટાન્ત લીધું. બાકી તો જે દ્રવ્યને ઉપાધિવાળું બનાવવા માંગો તે કદ્રવ્યના અવયવોને પરસ્પરાનવચ્છેદક તરીકે લઈને આ વિવક્ષા કરવાની છે. ખુબ ગહન પદાર્થ છે સૂક્ષ્મ બુદ્ધિથી કામ લેવું.
1 जागदीशी -- तन्न; व्याप्यवृत्तिरूपादीनां विशेषाभावस्यावच्छेदकाप्रसिद्ध्या तदनवच्छेदकस्याप्यसम्भवेन तत्रैव साध्याव्यापकत्वतादवस्थ्यादिति दिक् ।
. चन्द्रशेखरीयाः अत्रापि ग्रन्थकारस्यास्वरसः । स च स्वयमेव ग्रन्थकारेण दर्श्यते । रूपत्वावच्छिन्नप्रतियोगिताकरूपसामान्याभाव-साध्यकस्थले अयम् उपाधिः साध्यव्यापको न भवति । रूपस्य व्याप्यवृत्तितया तदभावस्यावच्छेदक एव न. प्रसिद्धः इति रूपाभावानवच्छेदकोऽपि न प्रसिद्ध्यति इति तद्घटितः उपाधिरपि अत्र अप्रसिद्धा । तस्मात् नेदं मतं सम्यक । अनवच्छेदकस्य अवच्छेदकभिन्नार्थकत्वात् अत्र जगति रूपाभावावच्छेदकस्यैवाप्रसिद्ध्या रूपाभावावच्छेदकभिन्नोई
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀