________________
दीधितिः५
स सर्वथैव व्याप्यवृत्ति न कथ्यते । अतः सर्वथैव व्याप्यवृत्तिसाध्यके एव तद्विशेषणमुपादेयम्, नान्यत्र । કે ચન્દ્રશેખરીયાઃ વ્યાખવૃત્તિની એક વ્યાખ્યા જોઈ ગયા. હવે બીજી વ્યાખ્યા જોઈએ. સાધ્યતા-અવચ્છેદક સંબંધથી સાધ્યનું અધિકરણ જે બને તેમાં કોઈપણ સંબંધથી જે અભાવ રહે તે અભાવની સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતા જે સાધ્યમાં ન હોય તે સાધ્ય વ્યાપ્યવૃત્તિ ગણાય. હવે આ વ્યાખ્યા પ્રમાણે સત્તાવાનું ખાતેઃ માં સાધ્યતા-અવચ્છેદકસમવાયસંબંધથી સત્તાનું અધિકરણ સ્કંદગુણ-દ્રવ્યાદિ બને અને તેમાં વિશેષાદિમાં રહેલો સમવાયથી સત્તાનો અભાવ એ કાલિકથી (દ્રવ્યમાં) રહી જાય છે. અને તેની સાધ્યતાવચ્છેદકસમવાયાવચ્છિન્નપ્રતિયોગિતા એ સત્તાનામના સાધ્યમાં છે. એટલે આ સત્તા એ અવ્યાખવૃત્તિ સાધ્ય જ ગણાય. માટે આ સ્થલે પણ લક્ષણમાં પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ મુકવાનું જ છે. એટલે જ હવે
જાત્યધિકરણ ઘટાદિમાં કદાચ કાલિકસંથી સત્તા-અભાવ રાખો તો ય એ અભાવ સ્વપ્રતિયોગિસત્તા-સમાનાધિકરણ કિજ બનવાનો. કેમકે ઘટમાં સત્તા છે જ. એટલે સત્તા-અભાવ લક્ષણઘટક ન બનવાથી બીજા અભાવ દ્વારા લક્ષણસમન્વય થઈ જાય. કાલિકાવચ્છિન્ન- પ્રતિયોગિતાક-ઘટત્વાભાવાભાવવાનું ગગન–ાત્ માં પણ સાધ્યતાવચ્છેદક સ્વરૂપસંબંધથી સાધ્યાધિકરણ આકાશ બનશે તેમાં ઘટવાભાવાભાવાભાવસાધ્યાભાવ=ઘટવાભાવ સ્વરૂપથી તો રહેલો જ છે. અને તેની ઘટવાભાવાભાવમાં રહેલી પ્રતિયોગિતા સ્વરૂપસંબંધાવચ્છિન્ન પણ છે જ. અને તે પ્રતિયોગિતા સાધ્યમાં રહેલી હોવાથી આ સાધ્ય પણ અવ્યાપ્યવૃત્તિ જ ગણાશે. એટલે આ સ્થાને પણ પ્રતિ.અસમાનાધિકરણ પદ મુકવાનું જ છે. એટલે જ ગગનવાધિકરણ ગગનમાં ઘટવાભાવાભાવાભાવસાધ્યાભાવ રહેતો હોય તો પણ એ પોતાના પ્રતિયોગી કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતાક એવા ઘટવાભાવાભાવને સમાનાધિકરણ જ છે. કેમકે ઘટવાભાવનો કાલિકથી ગગનમાં અભાવ જ છે. આમ આ અભાવ લક્ષણઘટક ન બનતા બીજા અભાવને લઈને લક્ષણસમન્વય થઈ જાય. આ રીતે બધે જ વિચારી લેવું. પણ આત્મત્વવાનું જ્ઞાનવત્વાતું આ સ્થાને સાધ્યતાવચ્છેદક સમવાયસંબંધથી સાધ્યનું અધિકરણ આત્મા છે. અને તેમાં તો સમવાયથી આત્મવાભાવ કાલિકસંબંધથી પણ રહેવાનો નથી. કેમકે આત્મા નિત્ય હોવાથી તેમાં કાલિકથી કોઈ વસ્તુ ન રહે. એટલે ત્યાં સમવાયથી ઘટાભાવ જ લેવાય. અને તેની સમવાયસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતા ઘટમાં જ હોવાથી આત્મત્વમાં આ પ્રતિયોગિતાનો અભાવ મળી જાય છે. માટે આ સાધ્ય વ્યાખવૃત્તિ ગણાશે. એટલે આ સ્થલે પેલું વિશેષણ ન લેવું. એટલે જ્ઞાનાધિકરણ આત્મામાં આત્મત્વાભાવ સ્વરૂપથી કે કાલિકથી મળવાનો જ નથી. એટલે ઘટાભાવાદિ જ લેવાશે. અને તેથી લક્ષણ ઘટી જશે. સત્તાવાનું જાતેઃ નું તો હમણાં જ કહી ગયા. અહીં સાધ્યતાવચ્છેદકસંબંધથી સાધ્યાધિકરણમાં કોઈપણ સંબંધથી અભાવને રાખવાની છૂટ આપેલી છે. આગળ સ્વરૂપસંબંધથી જ અભાવવાળી વ્યાખ્યા કરેલી છે. દીધિતિમાં જે "સર્વચૈવ વ્યાપ્યવૃત્તિ-સાધ્યકે નોપાદેયમ" એમ આગળ કહેલું તેનો અર્થ પણ આ જ છે કે "જે સાધ્ય સ્વાધિકરણમાં કોઈપણ સંબંધથી રહેનારા અભાવનો પ્રતિયોગી ન બને. તે સર્વથા=સર્વપ્રકારે વ્યાપ્યવૃત્તિ ગણાય. અને તે સ્થાને એ વિશેષણની કોઈ જરૂર નથી" સર્વથેવનો અર્થ જ એ કે "એ સાધ્ય અમુક જ સંબંધથી વ્યાપ્યવૃત્તિ હોય એટલે કે અમુક જ સંબંધથી, સ્વિાધિકરણમાં રહેનારા અભાવનો અપ્રતિયોગી હોય તેવું ન લેવું. પણ કોઈપણ સંબંધથી સ્વાધિકરણમાં રહેનારા અભાવનો અપ્રતિયોગી એ જ વ્યાપ્યવૃત્તિ તરીકે ગણવો. આમ આ બીજી વ્યાખ્યામાં અભાવ એ કોઈપણ સ્વરૂપાદિસંબંધથી નિયંત્રિત નથી. એ ધ્યાનમાં રાખવું.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀