________________
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जन्यभावपदार्थाः एव, नित्यस्य संयोगस्यानङ्गीकारात् । तथा च गगने महाप्रलयावच्छेदेन संयोगसामान्याभावो विद्यते । इति साध्याभावस्य लक्षणघटकीभूतत्वात् अव्याप्तिः भवति । किन्तु तद्विशेषणोपादाने न कोऽपि दोषः । तत्रैव गगने सृष्टिकालावच्छेदेन संयोगस्य विद्यमानत्वात् गगने वर्तमानः संयोगाभावः स्वप्रतियोगि-समानाधिकरणः एव इति सन लक्षणघटकः । अतः अभावान्तरमादाय लक्षणसमन्वयो भवति इति नाव्याप्तिः । यदि हि महाप्रलये कोऽपि संयोगो मन्यते, तदा जन्यभावानधिकरणत्वरूपलक्षणस्यैव तत्रागपनात् स महाप्रलय एव न भवेत् इति ध्येयम् ।
ચન્દ્રશેખરીયા: નવ્યનાયિકો: આ બાબતમાં અમારી માન્યતા આ પ્રમાણે છે. સંપ્રદાયવેત્તાઓ વિગેરે-- "કપિસંયોગી એતવૃક્ષ–ાતુ" માં અવ્યાપ્તિ નિવારવા માટે પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ " --એમ માને છે. વચ્ચેના પૂર્વપક્ષે "સંયોગી દ્રવ્યત્વાતુ" ઇત્યાદિમાં અવ્યાપ્તિ નિવારવા માટે "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" પદ છે" એમ વાત કરી. જેનું ખંડન પણ થઈ ગયું. પણ અમારી માન્યતા સાવ જુદી છે. ઘટઃ ગુણવાનું ઘટવા આ સ્થલે ઘટવાધિકરણ એવા ઘટમાં ઉત્પત્તિકાલાવચ્છેદન ગુણસામાન્યાભાવ મળે છે. અને તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક એ જ સાધ્યતાવચ્છેદક બનવાથી અવ્યાપ્તિ આવે. તે નિવારવા પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ એ જ ઘટમાં બીજી ક્ષણે તો ગુણો રહેવાના જ છે. એટલે આ ઘટમાં રહેલો ગુણાભાવ એ સ્વપ્રતિયોગિગુણોને સમાનાધિકરણ જ બને છે. અને માટે ગુણાભાવ ન લેવાય. બીજા અભાવને લઈને લક્ષણ સમન્વય થઈ જાય
પ્રશ્ન: "ઉત્પત્તિકાલીનઘટમાં ગુણસામાન્યાભાવ છે" એની સાબિતિ શું?
નવીનોઃ પ્રથમ ક્ષણીયઘટમાં "ગુણસામાન્યાભાવવાનું ઘટઃ" એ પ્રતીતિ જ તેમાં ગુણસામાન્યાભાવની સિદ્ધિ કરી આપે છે.
પ્રશ્નઃ ખોટી વાત. કેમકે પ્રત્યક્ષ પ્રત્યે ઇન્દ્રિયસંનિકર્ષ કારણ છે. ઘટ સાથે ચક્ષુ સંયોગ થાય તો જ પછીની ક્ષણે ઘટપ્રત્યક્ષાદિ થાય. હવે જે ક્ષણે ઘટ ઉત્પન્ન થયો તે જ ક્ષણે તેની સાથે ચક્ષુસંયોગ સંભવતો જ નથી. કેમકે સિંયોગ એ ગુણાત્મક કાર્ય છે. અને તેનું સમવાયિકારણ ઘટાદિ બને છે. હવે કારણ તો કાર્યની અવ્યવહિતપૂર્વવર્તિ હોવું જોઈએ. જો ઘટોત્પત્તિ કાળે જ ચક્ષુસંયોગ રૂપ કાર્ય માનવું હોય તો તેની પૂર્વપક્ષે ઘટરૂપ કારણની હાજરી હોવી જોઈએ. એ તો છે જ નહિ. અને તેથી પ્રથમક્ષણીયઘટમાં ચક્ષુસંયોગ સંભવતો જ નથી. અને તે સંયોગ વિના "ઉત્પત્તિકાલીનો ઘટઃ ગુણસામાન્યાભાવવાનું" એ પ્રત્યક્ષ પણ અસંભવી જ છે. અને તે પ્રત્યક્ષ ન ઘટવાથી તેના દ્વારા ઘટમાં ગુણસામાન્યાભાવની સિદ્ધિ કરવાની વાત પણ નિરર્થક જ છે. કે નવીનો ઉત્પત્તિકાલીન ઘટમાં ગુણસામાન્યાભાવ છે. એવું પ્રત્યક્ષ ભલે ન થતું હોય પણ તેવો વ્યવહાર તો
થાય જ છે. અને એ વ્યવહાર જ પ્રથમક્ષણીય ઘટમાં ગુણસામાન્યાભાવનો સાધક છે. કિ પ્રશ્નઃ "આ વ્યવહાર સાચો છે" એ વાત માનવામાં જ શંકા છે. કેમકે કોઈપણ સાચા વ્યવહાર પ્રત્યે સાચું જ્ઞાન પ્રયોજક હોય છે. અહીં સાચું જ્ઞાન જ સંભવતું ન હોવાથી આવો વ્યવહાર સાચો માની શકાતો નથી. અને તેથી એ સંદિગ્ધપ્રામાણ્યવાળા વ્યવહારથી ગુણસામાન્યાભાવ સિદ્ધ ન થાય. આમ થવાથી ઘટવહેતુના અધિકરણ ઘટાદિમાં કોઈપણ રીતે ગુણસામાન્યાભાવ મળવાનો જ નથી. એટલે પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ ન મુકો હતોય બીજા અભાવને લઈને લક્ષણ ઘટી જતું હોવાથી કોઈ અવ્યાપ્તિ વિગેરે દોષ આવતા જ નથી. અહીં ઘટત્વ
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૧૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀