________________
दीधितिः४
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
જ હોવાથી જ્યાં ધૂમત્વાદિ હેતુતાવચ્છેદકો એ અધિકરણતાનિરૂપકતા-અવચ્છેદક બનતા જ ન હોય. અર્થાત્
જ્યાં ધૂમતાવચ્છિન્નધૂમાધિકરણ પ્રસિદ્ધ જ ન હોય. ત્યાં વ્યાપ્તિમાં "ધૂમત્વાશ્રયાધિકરણ" શબ્દ જ મુકવો. હું કે એ તો મળી જ જવાનું છે. "ધૂમત્વાશ્રય કોઈપણ ધૂમ અને તેનું અધિકરણ" એમ કહી શકાય છે. એટલે એ રીતે કરવાથી પણ કોઈ વાંધો ન આવે. જ્યાં વિશિષ્ટસત્તાવાદિ હેતુતાવચ્છેદકો અધિકરણતાનિરૂપકતાવચ્છેદક બને છે. ત્યાં તો "હેતુતાવચ્છેદકાવચ્છિન્ન હેવધિકરણ" પદ જ લક્ષણમાં રાખવું. જેથી પારિભાષિક લાંબુ હતાદશાધિકરણત્વ માનવાનું ગૌરવ દૂર થઈ જાય.
[પ્રશ્નઃ આ તો પરસ્પર વિરોધ આવે છે. તમે હેતુતાવચ્છેદકધર્મ તરીકે વિકસત્તા– લો છો. અને એનું અધિકરણ વિ.સત્તા અને શુદ્ધસત્તા બેય બને છે એમ તમે આગળ જ કહી ગયા છો આથી જ તો "વિ.સત્તાત્વમાં સ્વાશ્રય ગુણનિષ્ઠાધિકરણતા-અનવચ્છેદકત્વ છે" એમ જાગદીશીમાં પણ કહ્યું છે. પણ પ્રશ્ન એ થાય કે વિ.સત્તાવનો આશ્રય તો વિ.સત્તા જ બને. શુદ્ધસત્તા શી રીતે બને? ? વળી વિવૃત્તિમાં તો હેતુતાવચ્છેદક એવા સત્તાત્વનો આશ્રય શુદ્ધસત્તા અને તેનું અધિકરણ ગુણ.... એ રીતે લખેલ છે. એટલે વિવૃત્તિકાર એટલું તો માનતા જ હશે કે વિ.સત્તાત્વનું અધિકરણ શુદ્ધસત્તા ન જ બને. પણ સત્તાત્વનું અધિકરણ જ શુદ્ધસત્તા બને. પણ આમ લખીને પણ તેઓએ ભુલ તો કરી જ છે. કેમકે હેતુતાવચ્છેદક તરીકે શુ.સત્તાત્વ બની જ શી રીતે શકે? અને બને તો ય "હેતુતાવચ્છેદકધર્મે સ્વાશ્રયાધિકરણ..... એ જે લખેલ
છે. એમાં તો સ્વાશ્રયસત્તાધિકરણભૂત ગુણનિષ્ઠાધિકરણતાનિરૂપકતા-અવચ્છેદત્વ છે. અનવચ્છેદત્વ નથી કિંજો ધૂમત્વની જેમ તેનેય સર્વથા અનવચ્છેદક માનશો તો પછી બીજો ભાગ અધિકરણતાનિરૂપકતા-અવચ્છેદકત્વ
એમાં ન મળે. આમ શુ.સત્તાત્વમાં બેમાંથી કોઈપણ એકનો અભાવ તો મળવાનો જ હોવાથી ઉભયાભાવ મળી ફજ જવાનો. અને તેથી તો યત્" પદથી ગુણ લીધેલ હોવાથી હેવધિકરણ તરીકે એ ગુણ લેવાતા તેમાં દ્રવ્યવાભાવ મળી જ જવાનો. આમ અવ્યાપ્તિ ઉભી જ રહે છે. એટલે અહીં કોઈ સ્પષ્ટ ખુલાસો થતો નથી
ઉત્તરઃ વિ.સત્તાવાવચ્છિન્ન તરીકે વિ.સત્તા જ બને. પણ વિ.સત્તાવના આશ્રય તરીકે વિકસત્તા અને શુદ્ધસત્તા બે ય બને એવો જગદીશનો અભિપ્રાય લાગે છે. અને તે અનુસારે તમારે આ વિધાન સમજવું. ફિવિવૃત્તિમાં "હેતુતાવચ્છેદક તરીકે સત્તાત્વનો ઉલ્લેખ કર્યો છે." પણ એમ માનવામાં તમે કહેલી અવ્યાપ્તિ સ્પષ્ટ જ છે. એટલે વિવૃત્તિનો અભિપ્રાય સમજાતો નથી. આવું અમને યોગ્ય લાગે છે. બાકી વિદ્વાનો આ અંગે વિશેષ ખુલાસો કરે.]
दीधिति सामानाधिकरण्यव्यक्तीनां भेदेऽपि निरूपकतावच्छेदकस्य अधिकरणतावच्छेदकस्य
चैक्याद्व्याप्तेरैक्यम्। वस्तुतस्तु धूमत्वादिविशिष्टव्यापकवहिलसामानाधिकरण्यस्य रासभादिसाधारणत्वालूमत्वादिमति
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૫૭
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀