________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
કે ખ્યાલ રાખવો કે કારણ જ્યાં રાખીએ ત્યાં જ કાર્ય ઉત્પન્ન થાય. પ્રતિયોગિતા સંબંધથી યત્કિંચિયોગ્ય પ્રતિયોગી એ અભાવમાં રહી જાય. અને તેથી તે જ અભાવમાં અભાવીયલૌકિકવિષયતાસંબંધથી પ્રત્યક્ષ ઉત્પન્ન થાય. હું
जागदीशी -- आह *परित इति । परितः सर्वावयवावच्छेदेन प्रतियोगिग्रहात्मकदोषाद्वेत्यर्थः।।
चन्द्रशेखरीयाः न, तत्र वृक्षे सर्वेषु एव अवयवेषु यत्किञ्चित्संयोगात्मकप्रतियोगिनः प्रत्यक्षं भवति । तच्च प्रत्यक्ष संयोगसामान्याभावप्रत्यक्षे प्रतिबन्धकं भवति । गुणे तु नैवं । गुणे संयोगप्रत्यक्षस्याभावात् । तस्मात् वृक्षे संयोगसामान्याभावस्य विद्यमानस्य अपि प्रत्यक्षं न भवति । કે ચન્દ્રશેખરીયાઃ પ્રાચીનોઃ અમે એમ કહેશે કે વૃક્ષમાં બધી જ બાજુ સંયોગનામના પ્રતિયોગીનું પ્રત્યક્ષ થાય છે. આમ પ્રતિયોગિપ્રત્યક્ષ રૂપ પ્રતિબંધક હાજર હોવાથી જ વૃક્ષમાં સંયોગસામાન્યાભાવનું પ્રત્યક્ષ થતું નથી. આમ વૃક્ષમાં વૃક્ષતાવચ્છેદેન સંયોગસામાન્યાભાવ છે. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક સંયોગત્વ હોવાથી અવ્યાપ્તિ આવે છે. તે નિવારવા દીધિતિમાં પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ . સંયોગાભાવ એ તો કપિસંયોગાદિ પ્રતિયોગીઓને સમાનાધિકરણ હોવાથી તે ન લેવાય. એટલે ઘટાભાવાદિને લઈને લક્ષણ ઘટી જાય છે.
जागदीशी -- न चैवमपि प्रतियोगिग्रहोत्पत्तिदशायामेव तत्प्रत्यक्ष दुर्वारम्
चन्द्रशेखरीयाः ननु यदि संयोगप्रत्यक्षं प्रतिबन्धकं, तर्हि संयोगप्रत्यक्षाभावः कारणम् इति फलितम् । तथा च यस्मिन् तृतीयक्षणे संयोगप्रत्यक्षं भवति । तत्पूर्वक्षणे संयोगप्रत्यक्षाभावः कारणस्वरूपो विद्यते एव । एवं च कारणसत्वात्। तृतीयक्षणे संयोगप्रत्यक्षं संयोगाभावप्रत्यक्षं च इति उभयं उत्पत्स्यते । न चैतदिष्टं । तस्मात् न संयोगप्रत्यक्षस्य प्रतिबंधकत्वं उचितं इति चेत् છે ચન્દ્રશેખરીયાઃ મધ્યસ્થઃ તમે પ્રતિયોગિપ્રત્યક્ષને સંયોગાભાવપ્રત્યક્ષમાં પ્રતિબંધક માન્યો. એનો અર્થ એ કે પ્રતિયોગિપ્રત્યક્ષાભાવ એ સંયોગાભાવપ્રત્યક્ષનું કારણ છે. કારણ હંમેશા પૂર્વેક્ષણમાં હાજર જોઈએ. હવે ધારો કે ત્રીજી ક્ષણે પ્રતિયોગિપ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે તો બીજી ક્ષણે તો પ્રતિયોગિપ્રત્યક્ષાભાવ રૂપ કારણ હાજર જ છે. એટલે બીજી ક્ષણે કારણ હાજર હોવાથી ત્રીજી જ ક્ષણે પ્રતિયોગિપ્રત્યક્ષની સાથે જ પ્રતિયોગિ-અભાવનું પણ પ્રત્યક્ષ થવાની આપત્તિ આવે. જે થતું નથી જ.
१ जागदीशी -- प्रतियोग्युपलम्भकसामग्र्या अपि दोषत्वोपगमात् । 'प्रतियोगिन उपलब्धिर्यत इति । व्युत्पत्त्या तस्या एव वा प्रस्तुतत्वादिति भावः ।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯૭૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀