________________
दीधितिः१
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जातयः साध्यतावच्छेदिका इति न अव्याप्तिः इत्यादि भावितं प्राक् । एवं उत्तरपक्षेण परिष्कारः कृतः । तथा च दंडिमान् दंडिसंयोगात् इति अत्रापि प्रतियोगितावच्छेदकता तत्-तदंडादौ । सा अवच्छेदकता दंडत्वमात्रावच्छिन्ना न। किन्तु दंडत्व-तत्तोभयावच्छिन्ना । अतः इयं प्रतियोगितावच्छेदकता दंडनिष्ठा साध्यतावच्छेदकदंडत्वतदितरतत्तावच्छिन्ना । तेन नेयं प्रतियोगिता लक्षणे ग्रहीतुं शक्या । तेन घटाभावीयप्रतियोगितानवच्छेदकाः दंडाः साध्यतावच्छेदकाः इत्येवंक्रमेण, लक्षणसमन्वयः । एवं उत्तरपक्षेण प्रोक्ते सति पूर्वपक्षस्त्वाह-यथा "प्रमेयदंडी नास्ति" इति अत्र दंडनिष्ठा प्रतियोगितावच्छेदकता दंडत्वमात्रावच्छिन्ना सर्वेषां प्रसिद्धा । तद्वत् "तत्दंडी नास्ति" इति अत्रापि दंडनिष्ठा प्रतियोगितावच्छेदकता दंडत्वमात्रावच्छिन्नैव मन्तव्या, न तु तत्तावच्छिन्नाऽपि । तथा च इयं प्रतियोगितावच्छेदकता साध्यतावच्छेदकतावच्छेदकदंडत्व-तदितर-. तत्तानवच्छिन्नैव । अतः लक्षणघटकीभूता इयं प्रतियोगिता । तदवच्छेदकाः दंडा इत्यादिक्रमेण पूर्ववत् अव्याप्तिः इति सर्वं चतुरस्रं । ___ प्रशंसामो वयं प्रज्ञातिशयशालीनाम् नैयायिकधुरन्धराणाम् वामाचरणभट्टाचार्याणां निरूपणकौशलं यतः तैः कृतं निरूपणं सर्वथा निर्दुष्टम् युक्तियुक्तं च, पूर्वं "प्रतियोगिता साध्यतावच्छेदक-तदितरानवच्छिन्ना ग्राह्या "इति परिष्कारः कृतः । साम्प्रतं तु यादृक्प्रतियोगितावच्छेदकता साध्यतावच्छेदकतावच्छेदकतदितरानवच्छिन्ना, तादृक्प्रतियोगिता ग्राह्या", इति परिष्कारः इति विवेकः ।
अथ प्रकृतं प्रस्तुमः।
ચન્દ્રશેખરીયાઃ પ્રશનઃ જેમ દંડી-અભાવવાળા ભૂતલ ઉપર "દંડી નાસ્તિ" અને "પ્રમેયદંડી નાસ્તિ" એ બે ય પ્રતીતિ થઈ શકે છે. અને એટલે જ આ પ્રમેયદંડી-અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક માત્ર દંડ જ માનેલ છે. પ્રમેયદંડ નથી માનેલો. અર્થાત્ પ્રમેયત્વથી ઉપલક્ષિત એવો શુદ્ધદંડ જ પ્રતિ.અવચ્છેદક માનેલો છે. પ્રમત્વવિશિષ્ટદંડને અવચ્છેદક માનેલ નથી.
એ જ રીતે જ્યાં "તદંડી નાસ્તિ" પ્રતીતિ થાય છે ત્યાં પણ પ્રતિ.અવચ્છેદક તો માત્ર દંડ જ બને છે.
તત્તાથી વિશિષ્ટ દંડ નથી બનતો. હા, તત્તાથી ઉપલલિત એવો શુ.દંડ જ અવચ્છેદક બને છે. આમ અવચ્છેદકતા તો માત્ર શુદ્ધદંડમાં જ આવે છે. તત્તાવિશિષ્ટદંડમાં આવતી નથી. અને એટલે એ અવચ્છેદકતા માત્ર દંડવાવચ્છિન્ન જ છે. દંડત્વસ્તત્તા એ ઉભયથી અવચ્છિન્ન નથી. આમ આ અવચ્છેદકતા પણ ઉભયાનવચ્છિન્ન મળી જવાથી આ પ્રથમ દંડી-અભાવની પ્રતિયોગિતા લક્ષણ ઘટક બની જાય છે. આવી રીતે ત્રણેય અભાવની પ્રતિયોગિતા લક્ષણ ઘટક બની જાય છે. અને તેની પ્રતિ ના અવચ્છેદક તો બધા જ દંડો વારાફરતી બની જાય એટલે અવ્યાપ્તિ તો આવવાની જ છે.
ઉત્તર: તત્-દંડી-અભાવમાં અમે તત્તાવિશિષ્ટદંડને જ પ્રતિ.અવચ્છેદક માનશું. { પ્રશ્નઃ તો પછી તુલ્યન્યાયથી પ્રમેયર્દડિ-અભાવમાં પણ પ્રમેયત્વવિશિષ્ટદંડને જ પ્રતિ.અવ.માનવો પડશે. એ તો કોઈને પણ માન્ય નથી જ. માટે આ આપત્તિ તો ઉભી જ રહે છે. અહીં પૂર્વપક્ષ પુરો થયો.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
.
.
.
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૭