Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૯ મંત્રીઓને કહ્યું : મારાં આભૂષણ, વસ્ત્રો અને સુગંધી વિલેપન વગેરે આના હાથમાં આપે. કારણ કે- પ્રિયસ્વજનના સમાચાર આપનાર લાખ મૂલ્ય મેળવે છે, લેખ લઈ જનાર કરોડ મૂલ્ય મેળવે છે, પ્રિયસ્વજનના દર્શનનું સે ક્રોડ જેટલું મૂલ્ય છે, અને મિલનનું તે કઈ મૂલ્ય જ નથી. રાજા અવિચારી હોવાથી ગમે તેને ગમે તે આપી દેશે અને એથી રાજ્ય વિનાશ પામશે એમ જાણીને મંત્રીઓએ મંત્રણા કરી. પછી મંત્રીઓએ આદરપૂર્વક રાજાને પૂછ્યું. આ પત્રવાહક સ્વર્ગમાં કેવી રીતે જશે? રાજાએ જવાબ આપ્યોઃ જેવી રીતે આવ્યો તેવી રીતે જશે. મંત્રીઓ બોલ્યાઃ હે સ્વામી તે દેવીની કૃપાથી અહીં આવ્યું છે, પણ જશે કેવી રીતે? આ સાંભળીને રાજાએ પૂછયું: પૂર્વે આવેલે પુરુષ સ્વર્ગમાં કેવી રીતે ગ? મંત્રીઓએ કહ્યું તે અગ્નિમાં બળીને સ્વર્ગમાં ગયો. રાજાએ આજ્ઞા કરી કે આ પણ એ રીતે સ્વર્ગમાં જાય. આથી ભડકે બળતા અગ્નિમાં નાખવા માટે તેને લઈ જવા લાગ્યા. આ જોઈને પ નામના શેઠે રાજાને કહ્યું: હે દેવ! આ વૃદ્ધ છે, એના અંગે વૃદ્ધાવસ્થાથી શિથિલ થઈ ગયા છે, આથી તે સ્વર્ગમાં જવા સમર્થ નથી, આથી કઈ યુવાન માણસને મેકલ જોઈએ. મંત્રીઓએ કહ્યું : હે સ્વામી! આ શેઠ સારો જવાબ આપી શકે છે, વાચાળ છે અને શીધ્ર જઈ શકે તે છે, માટે દેવીની પાસે તેને જ મોકલે. રાજાએ તે પ્રમાણે જ સ્વીકાર્યું. આથી કસાઈઓ પશુને લઈ જાય તેમ મંત્રીઓ તેને બાંધીને લઈ જવા લાગ્યા. શેઠના સંબંધીઓએ મંત્રીઓને પૂછયું : આણે છે દેષ કર્યો છે ? મંત્રીઓએ કહ્યું? આને મુખદેષ ( મુખથી નકામું બોલવારૂપ દોષ) સિવાય બીજે કઈ દોષ નથી. પછી તેના સ્વજનોએ ભક્તિથી મંત્રીવર્ગને આમંત્રણ આપીને તેને છોડાવ્યા. પેલા ધૂતારાને પણ દયાથી મંત્રીઓએ છોડી દીધો. - ફરી એકવાર રાજાએ વૃદ્ધમંત્રીઓને કહ્યું: તમે દેવીને સ્વર્ગમાંથી અહીં તેડાવે. તેના વિના હું દુખી થાઉ છું. મંત્રીઓએ આ વિષે વિચાર કર્યો. પછી નવીન યૌવનવાળી, ઉત્તમ અને વિચક્ષણ એવી લક્ષમી નામની સ્ત્રીને રાજાના અલંકારો પહેરાવીને અને બધું સમજવીને નગરની બહાર ઉદ્યાનમાં રાખી. પછી મંત્રીઓએ રાજાને કહ્યું કે, દેવીને લઈ આવવા માટે સ્વર્ગમાં માણસને મોકલ્યો છે. બીજા દિવસે સવારે તે પુરુષે રાજાને કહ્યું : હે દેવ ! હું આપને વધામણી આપું છું કે ભાગ્યથી દેવી ઉદ્યાનમાં આવી ગયા છે. ( હર્ષ માં આવીને) રાજાએ સર્વ અંગોમાં પહેરેલાં પોતાનાં આભૂષણે વગેરે તેને આપ્યું. પછી રાજા ઘણી સામગ્રીથી (=ઘણા આડંબરથી) ઉદ્યાનમાં આવ્યો. આદરથી દેવીને જોઈને રાજા હર્ષ પામ્યું. રાજાએ ઉત્તમ મંત્રીઓને કહ્યું : મહાવીએ પોતાની રૂ૫સંપત્તિથી પોતાના સ્વર્ગવાસની ખાતરી કરાવી છે. તે પૂર્વે શ્યામ હતી, કાન નાના હતા, હઠ લાંબા હતા, નાસિકા વાંકી હતી. હમણાં તે ઉત્તમ અંગે અને ઉપાંગાથી દેદીપ્યમાન બની છે. આમાં સંશય શો છે? કારણ કે સ્વર્ગનું ભજન અમૃતરસ છે.