Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૦
શીલપદેશમાલા ગ્રંથને મંત્રીઓએ કહ્યુંઃ દેના સર્વ ભાવો શ્રેષ્ઠ હોય છે. વળી– આપના આગ્રહથી તુષ્ટ થયેલા ઇ આ દેવીને સર્વ અંગમાં સુંદર બનાવીને આપની પાસે મોકલી છે. આનંદથી અત્યંત પૂર્ણ બનેલા રાજાએ દેવીને પોતાના હાથીના સ્કંધ ઉપર બેસાડીને જલદી પિતાના અંતપુરમાં લઈ ગયે. અતિશય વધતા રાગથી તેની સાથે રાત-દિવસ ભોગસુખને અનુભવતે રાજા તેને સ્વર્ગની વાતે પૂછતો હતો અને સારી રીતે સમજાવાયેલી તે પણ સ્વર્ગની વાત કહેતી હતી. આ પ્રમાણે માનરૂપ ધનવાળા જે મહાન મનુષ્ય પૃથ્વીને તૃણસમાન ગણે છે તે પણ પ્રબળ કામવાસનાના કારણે બીજાને આધીન નહિ બનનારી સ્ત્રીની સેંકડે ખુશામત કરે છે. આ પ્રમાણે સ્નેહના કારણે કદાગ્રહમાં વિજયપાલ રાજાનું દષ્ટાંત પૂર્ણ થયું. [૧૮] પંડિતે પણ સ્ત્રીને આધીન બની જાય છે એમ કહે છે -
जे सयलसत्थजलनिहि-मंदरसेला सुएण गारविया ।
बालालल्लुरवयणेहिं, तेवि जायंति हयहियया ॥ १९॥ ગાથાર્થ – જેઓ સર્વશારૂપી સમુદ્રમાં સુમેરુ પર્વત જેવા છે, અને શ્રુતથી ગર્વિષ્ઠ બનેલા છે તેવા વિદ્વાને પણ સ્ત્રીઓના વિલાસવાળા વચનેથી સારા આશયથી રહિત બની જાય છે.
ટીકાથ-જેમ સુમેરુ પર્વત સમુદ્રને અવગાહીને (=સમુદ્રની અંદર પ્રવેશીને) રહ્યો છે, તેમ જેમણે સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે અને એથી સર્વ શાસ્ત્રોમાં પ્રવેશ કરીને રહેલા હોવાથી સર્વ શાસ્ત્રોરૂપી સમુદ્રમાં સુમેરુપર્વત સમાન છે. તથા બીજાઓમાં ન હોય તેવું કૃતરહસ્યનું જ્ઞાન પોતાનામાં હોવાથી ગર્વિષ્ઠ બની ગયા છે, તેવા વિદ્વાને પણ સ્ત્રીઓના વિલાસ ભરેલા વચનથી સારા આશયથી રહિત બની જાય છે, અર્થાત્ ત્યાંજ રાગરૂપી સાગરમાં ડૂબી જાય છે. કહ્યું છે કે-“ વિદ્વાનને પણ આ નિર્મલ વિવેકરૂપી દીપક ત્યાં સુધી જ પ્રજવલિત રહે છે કે
જ્યાં સુધી મૃગ જેવા ચક્ષુવાળી સ્ત્રીથી ચપળ આંખેરૂપી વસ્ત્રના છેડાએથી તાડન કરાતો નથી. ” [૧૯]. ફરી પણ લૌકિક દેવાની જ ચીથી થયેલી વિડંબનાને કહે છે -
हरिहरचउराणणचंद-सूरखंदाइणोवि जे देवा ।
नारीण किंकरतं, करंति धिद्धी विसयतण्हा ॥२०॥ ગાથાથ-કૃષ્ણ, મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને ગણપતિ વગેરે જે દેવ છે તેઓ પણ જીઓનું દાસપણું કરે છે સ્વીકારે છે. આથી વિષયતૃષ્ણાને (=ઈહિયેની વિષયામાં લોલુપતાને) ધિક્કાર છે: