Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૪૦
શીલપદેશમાલા ગ્રંથને પસ્લિપતિ થાઓ. તેમના વચનને સ્વીકારીને વંકચૂલ તેમના સ્થાને ગયો. ત્યાં ભિલેની સેનાથી નમસ્કાર કરાયેલે તે પલિપતિ થયે. પાપકર્મોના ઉદયથી ભિલોની સાથે પૃથ્વીતલને લૂંટતે વંકચૂલ પિતાના પરાક્રમોથી અતિશય પ્રસિદ્ધિને પામ્યા. ક્યારેક સાથથી ભ્રષ્ટ બનેલા ચંદ્વયશસૂરિ બીજા છ સાધુઓની સાથે પૃથ્વી ઉપર વિચરતાં વિચરતાં તે સ્થાનમાં આવ્યા. આ તરફ પ્રવાસીઓને માટે યમસમાન વર્ષાકાલ આવ્યો ત્યારે વાદળોના સમૂહથી ઘેરાયેલું આકાશ સ્તનના ભારથી નમી ગયેલી જુવાન સ્ત્રીની જેમ શોભવા લાગ્યું. જેમ લુચ્ચા પુરુષે અપરાધોને ઉત્પન્ન કરે તેમ પૃથ્વીએ અંકુરને ઉત્પન્ન કર્યા. જેમ ધનુષ જીવાથી (=દોરીથી) સહિત થાય થાય તેમ રસ્તાઓ ચારે બાજુ જીવથી સહિત= જીવાળા થયા. હવે વિહાર કરવો અગ્ય છે એમ જાણીને ચંદ્રયશસૂરિ પલ્લિમાં આવ્યા. રાજપુત્રે હર્ષથી મહાત્માઓને વંદન કર્યું. મહાત્માઓએ ધર્મલાભરૂપ આશિષ આપીને વંકચૂલની પાસે વસતિ માગી. તેણે કહ્યું: તમે સ્થાનને સ્વીકારો અને ઈચ્છા પ્રમાણે રહે, પણ મારું એક વચન કરવું માનવું. હે પરમ જિનભક્તો ! તમારે મહેરબાની કરીને અમારી આગળ કોઈ પણ રીતે ધર્મોપદેશ ન કહે. તમે હિંસાથી રહિત ધર્મને ઉપદેશ આપે છે અને પાપાચરણ કરનારા અમારી દરરોજ હિંસા જ આજીવિકા છે. તે પ્રમાણે હો એમ સ્વીકારીને તેણે આપેલી વસતિમાં મહાત્માઓ રહ્યા. સ્વાધ્યાય વગેરે યુગોથી સમાધિપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું. સૂરિએ રાજપુત્રને કહીને ત્યાંથી વિહાર કર્યો. જે પ્રમાણે મેં કહ્યું હતું તે પ્રમાણે સૂરિએ પાળ્યું એવા વિચારથી હર્ષ પામેલો તે પદ્ધિની હદ સુધી વળાવવા ગયો. હવે પાછા વળતા તેને સૂરિએ મધુરવાણીથી કહ્યુંઃ તમારી સહાયથી અમે આટલા કાળ સુધી સુખેથી રહ્યા. આથી પ્રેમથી કંઈક ઉપકાર કરવાની ઈચ્છાવાળા અમે પણ આલોક અને પરલોકમાં શુભ ફળ આપનારા નિયમને આપવાની ઈચ્છા રાખીએ છીએ. તેણે કહ્યું- હે ભગવંત! હું તે નિયમોને કેવી રીતે પાળી શકીશ? સૂરિએ કહ્યુંઃ શક્તિ પ્રમાણે નિયમો લેવા. આમ છતાં અમારો આગ્રહ નથી. તે નિયમે આ પ્રમાણે છે :- (૧) કેઈવાર તું જ્યારે જીવને મારવા માટે તૈયાર થાય ત્યારે સાત પગલા પાછા હઠડ્યા પછી ઈચ્છા પ્રમાણે તું કરી શકે છે. (૨) તું જે ફલનું નામ ન જાણે તે ફલ તારે ન ખાવું. (૩) રાજાની પટરાણીને માતા સમાન ગણવી. (૪) જ્યારે પણ કાગડાનું માંસ ન ખાવું. અહા ! સારી રીતે પાળી શકાય એવા આ નિયમો પ્રયત્નથી પાળવા જોઈએ. આપની મોટી મહેરબાની એમ કહીને તેણે એ નિયમે સ્વીકાર્યા. ઘણા ગુણવાળા સૂરિએ બીજે વિહાર કર્યો.
હવે કઈવાર ગ્રીષ્મઋતુ આવતાં ભિલસેનાથી પરિવરેલો વંકચૂલ કેઈક ગામને લુંટવા માટે ત્યાંથી ચાલ્યો. તે ગામના લોકે પહેલેથી જ પલાયન થઈને ક્યાંક જતા રહ્યા હતા. ભૂખ્યા અને તરસ્યા થયેલા તેઓ બપોરે પાછા ફર્યા. પછી દીન મુખવાળા