Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭૭ જાતે જ તે વસ્તુને મેળવવા પ્રયત્ન કરે છે. અહીં દર સામે ચડીને પિતાની પુત્રી મને આપે તે હું પરણું એવી અપેક્ષા વિના રાજાએ જાતે જ મંત્રીઓ દ્વારા દત્તની પુત્રીની માગણી કરી. દત્તપ્રધાને આપેલી શંગારમંજરીને પરણીને રાજા જેમ તત્વજ્ઞાની શાંતિને પામે તેમ અતિશય હર્ષને પામ્યા. સ્વાભાવિક ચંચળતાથી શૃંગારિક ચેષ્ટાઓવડે રાજાની સેવા કરતી શંગારમંજરીએ રાજાને કપટથી પોતાનામાં આસક્ત બનાવ્ય, અર્થાત્ તેને અંતરથી રાજ પ્રત્યે પ્રેમ ન હોતે, કિંતુ બહારથી પ્રેમને દેખાવ કરતી હતી અને એથી રાજા આને મારા પ્રત્યે પ્રેમ છે એમ માનીને તેના પ્રત્યે આસક્ત બન્યા હતા. તેને વશ બનેલો રાજા ક્યારેક મનહર ઉદ્યાનમાં, ક્યારેક ક્રીડાપર્વતમાં તે ક્યારેક સાતમાળવાળા મહેલમાં તેની સાથે ક્રિીડા કરતે હતે. કામાતુર રાજા સ્વછંદ આચરણ કરનારી, વિવિધ વિલાસમાં આદર કરનારી અને લક્ષમી જેવી શંગારમંજરી સાથે ક્રીડા કરતું હતું. રાજાએ તેને શેક્યોથી જુદી કરીને કામદેવના મંદિર સમાન સાતમાળવાળા મહેલમાં રાખી. જેમ વાયુના રોગવાળો બે ચંદ્રને જુએ તેમ, રાજા એની ચંચળતાને ઉદ્યમ, મુખરપણાને વતૃત્વ, પિઠાઈને સ્થિર પ્રેમ, અતિહાસ્યને સરળતા, આમ–તેમ દષ્ટિપાતને લજજા માનતે હતે, અર્થાત્ એના દેષને પણ ગુણ માનતે હતે. પતિના પ્રેમથી સાતમાળવાળા મહેલમાં સ્નાન, પાન, ભેજન વગેરે સઘળી ક્રિયાઓને કરતી તે દેવીની જેમ પોતાની મરજી મુજબ રહેતી હતી.
આ તરફ તે નગરમાં કામદેવ જેવો ધનંજય નામને શ્રેષ્ઠિપુત્ર તે રસ્તે મહેલની નીચેથી પસાર થયે. કામદેવ જેવા દેદીપ્યમાન તેને જોઈને કામથી મૂઢ બનેલી શંગારમંજરી જાણે બાહુપાશ નાખતી હોય તેમ તેના ગળામાં પુષ્પમાળા નાખી. તેના ભાવને જાણનારા ધનંજયે પિતાના પુરુષો દ્વારા ગુપ્ત રીતે શંગારમંજરીના મહેલથી ઉદ્યાન સુધી સુરંગ ખોદાવી. (સુરંગ દ્વારા) ઉદ્યાનમાં ગમનાગમન કરતી કામાતુર રાણીએ પિતાને ઈષ્ટ ક્રીડાઓથી કેટલેક કાળ સુખપૂર્વક પસાર કર્યો એકવાર રાજવાટિકાથી પાછા ફરતા રાજાએ શંગારમંજરીને ઉદ્યાનમાં ક્રીડા કરતી જોઈ. રાજા મને જોઈ ગયા છે એમ જાણીને ચતુર શૃંગારમંજરી સુરંગ દ્વારા મહેલમાં જઈને (આવતા) રાજા તરફ દષ્ટિ રાખીને ઝરુખામાં રહી. રાજા જ્યારે જલદી મહેલ ઉપર ગયે ત્યારે શંગારમંજરીને પ્રેમથી પોતાના તરફ દષ્ટિવાળી જોઈને હર્ષ પામે. એકવાર ગાયકેએ સાંજના સમયે સામંતસહિત રાજાની આગળ સંગીતને ઉત્સવ કર્યો. રાજાએ 'તાન, માન, લય, ગ્રામ, મૂઈના અને શબ્દોથી મનોહર અને વાજિંત્રોથી સુંદર ગીત સાંભળ્યું. શંગારમંજરી ગાયકે પ્રત્યે વિકારવાળી બને છે. એ જાણીને રાજાએ સંગીત બંધ કરાવ્યું. પછી રાજા મહેલ ઉપર ગયે. ત્યાં તેણે જોયું તે શંગારમંજરીને ઉત્તમ શય્યામાં ઘેરાતી આંખેવાળી
૧. તાન ગાયનનું એક અંગ, માન=તાલને વિરામ. લય=નૃત્ય, ગીત અને વાજિંત્ર એ ત્રણની એકતા. ગ્રામ રાગને એક પ્રકાર. મૂઈના ગાયનમાં સ્વરેની ચઢ-ઉતર.