Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૧૨
શીલપદેશમાલા ગ્રંથને દરમિયાન આતરંગતમ નામના મ્લેચ્છ રાજાએ તેના થોડા પ્રદેશને લઈ લીધું. તે વખતે અધ્યાનગરીમાં દશરથ રાજા રાજ્ય કરતો હતો. તે જનકરાજાને મિત્ર હતું. તેની ચાર પત્નીઓ હતી. તે પત્નીએનાં અનુક્રમે કૌશલ્યા, સુમિત્રા,કેયી અને સુપ્રભા એવાં નામ હતાં. તેમના અનુક્રમે રામ, લક્ષમણ, ભરત અને શત્રુદન એ નામના પુત્રો હતા. રામ “પદ્મ એવા નામથી આઠમા બલદેવ તરીકે પ્રસિદ્ધ બન્યા. મહાબલવાન લક્ષમણ “નારાયણ એવા નામથી આઠમાં વાસુદેવ તરીકે પ્રસિદ્ધ બન્યા.
જનકરાજાને દૂત દશરથ રાજાને પ્રણામ કરીને આગળ બેઠે. દશરથરાજાએ જલદી મિત્ર જનકરાજાના કુશલતાના સમાચાર પૂછયા. પછી દશરથ રાજાએ દૂતને કહ્યું છે દૂત! મારી કુશલતાના સમાચાર માટે તને હમણાં અહીં મોકલ્યો છે એમ હું જાણું છું. તે પણ અહીં આવવામાં જે વિશેષ કારણ હોય તે મને જલદી કહે. દૂત બેલેન્સ જે કે મારા સ્વામીના હજારે મિત્ર છે, તે પણ શત્રુથી થયેલા દુઃખમાં સ્વબંધુની જેમ આપને જ તેમણે યાદ કર્યા છે. વૈતાઢય અને કૈલાસ એ બે પર્વતોની વચ્ચે જાણે શરીરધારી ફલેશ હેય તે અર્ધ બર્બર નામને દેશ છે. તે દેશમાં માયૂરશાલ નામના નગરમાં જાણે તૃષ્ણ વધારનાર તાવ હોય તે અને દુર્જય એ આતરંગતમ નામને ઑરછ રાજા છે. તેને શ્રેષ્ઠ રાજ્યરૂપી ધુરાને ધારણ કરનારા હજરે પુત્ર તેજ, ભાલેજ અને કેબેજ વગેરે દેશને ઉપભોગ કરે છે. હમણાં તે પ્લેચ્છ રાજએ તમારા આ મિત્રના પ્રદેશને નાશ કર્યો છે. તેથી આપ વિલંબ કર્યા વિના યથાગ્ય કરવામાં પ્રયત્ન કરે. તેથી (મિત્રને મદદ કરવા માટે તૈયાર થતા પિતાને શમે ક્યા. શરીરબળથી અને સૈન્યબળથી એમ બે રીતે બલવાન શ્રી રામ સ્વયં લક્ષમણની સાથે મિથિલા ગયા. જેમ ચંદ્ર અંધકારને નાશ કરે તેમ શ્રીરામે સ્વેચ્છ રાજાને ક્ષણવારમાં નાશ કરીને જનકરાજાને ખુશ કર્યો. આથી જનકરાજાએ રામને સીતા આપવાની ઈચ્છા કરી.
આ તરફ નારદ કૌતુકથી કન્યાના અંતઃપુરમાં ગયા. માત્ર લગેટને પહેરનારા, પીળાકેશવાળા, છત્ર ધારણ કરનારા અને ઘાસના આસન ઉપર બેસનારા અને ભયંકર આકૃતિવાળા નારદને જોઈને ભય પામેલા સતાજી અંદર પેસી ગયા. દાસીઓએ નારદજીને કંઠ, કાન અને ગળામાં પકડ્યા. નારદજી બળ કરીને દાસીઓથી છૂટી ગયા. પછી ઉડીને ક્રોધથી વૈતાઢય પર્વત ઉપર ગયા. ત્યાં ચિત્રપટમાં સીતાજીને આલેખીને ચંદ્રગતિ રાજાના ભામંડલ નામના પુત્રની આગળ તે ચિત્રપટ બતાવ્યું. તે ચિત્રને જેવાથી ભામંડલને અતિશય કામથી પીડાયેલે જાણને પિતાએ સીતાજીનું નામ, રૂપ વગેરે બધું જાણું લીધું. નારદજીને રજા આપીને ચિત્રગતિએ ભામંડલને કહ્યુંઃ હે વત્સ ! ખેદ ન કર. હું તારી સાથે સીતાને પરણાવીશ. હવે ચંદ્રગતિએ ચપલગતિ નામના વિદ્યાધર દ્વારા રાતે જલદી જનકરાજાને પોતાની પાસે લાવીને તેની પાસે પોતાના પુત્ર માટે સીતાજીની માગણી કરી. જનકરાજાએ કહ્યુંસીતા રામને આપી દીધી છે. ચંદ્રગતિ બેલ્યોઃ જો તમે પ્રેમથી સતા નહિ આપે તે હું સીતાનું અપહરણ કરવા પણ સમર્થ છું.