Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 337
________________ ૩૨૮ શીલપદેશમાલા ગ્રંથને મહાસતીનું લક્ષણ કહે છે - जा सीलभंगसामग्गि-संभवे निच्चला सई एसा । इयरा महासईओ, घरे घरे संति पउराओ ॥ १०९ ॥ ગાથાર્થ - શીલભંગની સામગ્રી હોવા છતાં, એટલે કે એકાંત સ્થાન, પરપુરુષને પ્રેમ, પરપુરુષની મેહથી કામની પ્રાર્થના વગેરે સંકટ આવવા છતાં, જે સ્ત્રી પોતાના શીલની રક્ષામાં અત્યંત આગ્રહવાળી હોય તે સ્ત્રી સતી=મહાસતી કહેવાય છે, બીજી મહાસતીઓ તે, એટલે કે સંકટમાં ન પડી હોય અને એથી શીલ પાલનમાં તત્પર હોય તેવી સ્ત્રીઓ તે, ઘર ઘરમાં ઘણું છે. ટીકાથ: આ વિષે કહ્યું છે કે, “સંકટમાં પણ શીલથી યુક્ત હોય તેવી સ્ત્રીઓ વિરલ છે. હમણાં તો સ્ત્રીઓ પ્રાય: પરપુરુષે કામની પ્રાર્થના ન કરી હોય તેથી જ પતિવ્રતા છે.” [૧૯] આમ શીલપાલન દુષ્કર લેવાથી શીલરક્ષાને ઉપાય કહે છે - तहवि हु एगंताई-संगो निच्चपि परिहरेअव्यो । जेण य विसमो इंदिय-गामो तुच्छाइँ सत्ताई ॥ ११० ॥ ગાથાર્થ-જે કે શીલપાલન દુષ્કર છે, તે પણ શીલ પાળવાને ઈચ્છતા મનુષ્ય એકાંતમાં (સ્ત્રીઓને ) સંગ વગેરેને સદા ત્યાગ કરવો જોઈએ. કારણ કે ઇન્દ્રિયોનું રક્ષણ દુષ્કર છે અને સત્ત્વ (કચિત્તની દઢતા) અલપ જ છે. ટીકાથ - આથી પોતાના સંબંધવાળી પણ (બહેન વગેરે) સ્ત્રીઓની સાથે એકાંતમાં સંગને ત્યાગ કરે જોઈએ. કહ્યું છે કે-“પુરુષે માતા, બહેન કે પુત્રીની સાથે એકાંતમાં બેસવું નહિ. કારણ કે બળવાન ઈન્દ્રિય વિદ્વાનને પણ ઉમાર્ગમાં ખેંચી જાય છે. ” [૧૧]. પિતે નિર્દોષ હોય તે પણ (એકાંતમાં) સંગ કરવાથી થતા બીજા દૂષણને બતાવે છે – जइवि हु नो वयभंगो, तहवि हु संगाओं होइ अववाओ । दोस निहालणनिउणो, सव्वो पायं जणो जेण ॥ १११ ॥ . ગાથાથે - જે કે (એકાંતમાં) સંગ કરવાથી સરળ મહાત્માઓને વ્રતભંગ થતો નથી, તે પણ અપવાદ (=દોષારોપણ) તો જરૂર થાય. કારણ કે મોટા ભાગના લોકે બીજાના દે જોવામાં હોંશિયાર હોય છે

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346