Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 336
________________ ગુજરાતી ભાવાનુવાદ ૩૨૭ હવે લક્ષમણ, સુગ્રીવ, વજ અંધ અને બિભીષણથી વિનંતિ કરાયેલ શ્રીરામે સીતાજીને હર્ષથી જલદી તેડાવી. સીતાજી અયોધ્યા પાસે આવ્યા એટલે લક્ષમણ સામે ગયા. શ્રીલમણે ભાભીને નમીને કહ્યું : હે દેવી! ઘણુ કાળ પછી હવે આપ પ્રવેશ કરીને નગરીને પવિત્ર બનાવે. સીતાજી બોલ્યા : શુદ્ધિ કર્યા વિના મારે આ અપવાદ શાંત નહિ થાય. જ્યાં સુધી મારે આ અપવાદ શાંત નહીં થાય ત્યાં સુધી હું નગરીમાં અને ઘરમાં પ્રવેશ નહિ કરું. મેં પાંચ દિવ્ય સ્વીકાર્યા છે. તે આ પ્રમાણે જવાળાએથી યુક્ત અગ્નિમાં પ્રવેશ કરું, અથવા મંત્રેલા ચખાઓનું ભક્ષણ કરું, અથવા તપાવેલા લોઢાના રસનું પાન કરું, અથવા ત્રાજવા ઉપર ચઢે, અથવા જીભથી તપાવેલા લેઢાની કેશને ચાટું. આ પાંચમાંથી તમે કહે તે દિવ્ય કરું. આ સાંભળીને શ્રીરામ પણ ત્યાં આવ્યા. સીતાજીના અતિ આગ્રહને વશ બનેલા શ્રીરામે અગ્નિદિવ્યને માન્ય કર્યું. શ્રીરામે ત્રણસો હાથ લાંબા-પહોળે અને બે પુરુષપ્રમાણુ ઊંડો ખાડો ખોદાવ્યો. ચંદનના કાષોથી એ ખાડે પૂરાવ્ય. અગ્નિ પ્રદીપ્ત બને અટલે સરળ ચિત્તવાળા સીતાજીએ પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરીને આ પ્રમાણે વિનંતિ કરી : હે લેકપાલે ! સાંભળે, જે મેં શ્રીરામ વીના બીજા કેઈ પુરુષને મનમાં ધારણ કર્યો હોય તે મને અગ્નિ બાળી નાખે, અન્યથા આ અગ્નિ પણ મારા માટે અમૃતકુંડ જેવો બની જાઓ. આ પ્રમાણે કહીને અને અરિહંતનું સ્મરણ કરીને સીતાજીએ અગ્નિમાં ઝંપાપાત કર્યો. સતાજીએ અગ્નિમાં પ્રવેશ કર્યો એટલે તુરત અગ્નિ બુઝાઈ ગયે અને ખાઈ ક્રીડા કરવાના જલથી પૂર્ણ વાવ બની ગઈ. શીલના પ્રભાવથી જલના મધ્યભાગમાં સહસ્ત્રદલ કમલરૂપ શ્રેષ્ઠ સિંહાસન ઉપર બિરાજમાન સીતાજી જાણે મનુષ્ય દેહ ધારણ કરનારી લક્ષમીદેવી હોય તેમ શોભા પામ્યા. દેવોએ સીતાજીના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી. મનુષ્યએ અહ શીલ! અહ શીલ! એ પ્રમાણે પ્રશંસા કરી. માતાના પ્રભાવને જોઈને લવણુ અને અકુશ જલદી રાજહંસની જેમ તરતા માતા પાસે જઈને માતાના ચરણોમાં નમ્યા. લક્ષમણ વગેરેએ સીતાજીને ભક્તિથી નમસ્કાર કર્યા. શ્રીરામ પણ સીતાજીની પાસે આવીને અંજલિ જેડીને બોલ્યા : હે દેવી! જંગલમાં ત્યાગ કરવા છતાં તમે સ્વપ્રભાવથી જીવ્યા એ જ મેટું દિવ્ય હતું, પણ મેં તે જાણ્યું નહિ. તે બધું માફ કરીને પુષ્પક વિમાનમાં બિરાજમાન થાઓ, અને પિતાના ઘરે ચાલે. હે ભદ્રા! પૂર્વની જેમ આ રાજ્યલક્ષમીને સફલ કરે. સીતાજી બોલ્યા : આમાં તમારે દેષ નથી, લેકેનો પણ કેઈ દેષ નથી. કિંતુ જીવને પૂર્વ કર્મોને વિપાક સહન કરે પડે છે. હવે પછી આવા સંસારવાસથી મારે સર્યું. હવે હું સંસારના ઉછેર માટે મહાફલવાળા ચારિત્રને આશ્રય લઈશ. પછી સીતાજીના ચારિત્ર સ્વીકાર નિમિત્તે ઘણી સંપત્તિને વ્યય કરીને ઉત્સવ થયે. સીતાજીના કેશ ફલેશથી છુટવા માટે શ્રીરામે જાતે લીધા. ઘણા કાળ સુધી ચારિત્ર પાળીને સીતાજી અશ્રુત (=સમા) દેવલેકમાં ઈંદ્રપણું પામ્યા. શ્રીરામ પણ કેમે કરીને શુકલધ્યાનથી કર્મોને નાશ કરીને મોક્ષમાં ગયા. [ ૧૦૮]

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346