Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૨૬
શીલપદેશમાલા ગ્રંથનો અને અંકુશે પૃથુના સૈન્યને ભાંગી નાખ્યું. નાસી જતા પૃથુ રાજાને લવણ અને અંકુશે તિરસ્કારપૂર્વક આ પ્રમાણે કહ્યું : સુવંશમાં ઉત્પન્ન થયેલા તમે અજાણ્યા વંશમાં ઉત્પન્ન થયેલા અમારાથી કેમ નાસી જાઓ છે? પાછા વળીને પૃથુ રાજાએ કહ્યું : શૌર્યથી તમારું કુલ જાણી લીધું. પછી વાજંધ રાજાની સાથે સંધિ થઈ ગઈ. આ તરફ છાવણીમાં સર્વ રાજાઓ બેઠા હતા ત્યારે ત્યાં નારદ આવ્યા. વાઘ રાજાએ નારદને નમીને કહ્યું : હે મુનિ : પૃથુ રાજા અંકુશને કન્યા આપવા ઈચ્છે છે. તેથી લવણ અને અંકુશને વંશ કહે, જેથી તે પણ સંતોષ પામે. નારદે હસીને કહ્યું આ બેના કુળને કોણ નથી જાણતું? રાવણને વધ કરવામાં કુશળ શ્રીરામ અને લક્ષમણ તેમના અનુક્રમે પિતા અને કાકા છે. લોકાપવાદના ભયથી શ્રીરામે આ બે સીતાજીના ગર્ભમાં હોવા છતાં સીતાજીને ગીચ જંગલમાં છોડી દીધા. અંકુશ બેલ્ય: હે નારદજી! તેમણે આ સારું નથી કર્યું. વિચાર્યા વિના માત્ર લેકેના કહેવાથી આ કરવું એ તેમના માટે યોગ્ય ન ગણાય. લવે પૂછયું કે જ્યાં તે બે રાજાએ છે તે નગરી અહીંથી કેટલી દૂર છે? નારદે જવાબ આપ્યો : અહીંથી તે નગરી એકસે સાઠ ભેજન દૂર છે. હવે પૃથુરાજાની કનકમાલા નામની પુત્રીને અંકુશની સાથે પરણાવીને જ જંઘ રાજા પોતાની નગરીમાં ગયે.
હવે મામાને અને માતાને પૂછીને લવણ અને અંકુશ માતાને ત્યાગ કરવાના કારણે થયેલા ક્રોધથી સેનાની સાથે અધ્યા તરફ ચાલ્યા. ક્રમે કરીને અમેધ્યાની પાસે જઈને તે બંને યુદ્ધ માટે તત્પર બન્યા. આ સાંભળીને શ્રીરામ અને શ્રીલક્ષમણ સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે આવ્યા. યુદ્ધનું સંઘર્ષણ થતાં બલવાન લવણ અને અંકુશ રામના સૈન્યને લાચાર બનાવી દીધું. હવે તે બંને શ્રીરામ અને શ્રીલક્ષમણની સાથે લડવા લાગ્યા. ગુસ્સે થયેલા શ્રીલક્ષમણે કુશ ઉપર ચક્ર ફેંકયું. ચક જખમ રહિત અંકુશને વેગથી પ્રદક્ષિણા કરીને જેમ પૂર્વે કરેલાં કર્મો કર્તાને અનુસરે તેમ લક્ષમણની પાસે પાછું આવ્યું. ખિન્ન બનેલા શ્રીરામ-લક્ષમણે વિચાર્યું કે શું પૃથ્વી ઉપર આ બે બલદેવ-વાસુદેવ છે? આપણે બલદેવ-વાસુદેવ નથી? આ દરમિયાન ભામંડલની સાથે નારદમુનિ ત્યાં આવ્યા. તેમણે ખિન્ન બનેલા રામ-લક્ષમણને હસીને આ પ્રમાણે કહ્યું છે રઘુવંશના પુત્રો ! તમે હર્ષના સ્થાને શેક કેમ કરો છો ? પિતાના પુત્રથી થયેલ પરાજય કેના ચિત્તને આનંદ ન પમાડે? સીતાજીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા આ બે તમારા જ પુત્ર છે. યુદ્ધના બહાને તમને જોવા માટે આવ્યા છે, પણ શત્રુ નથી. કુશ ઉપર ફેંકેલું ચક્ર સમર્થ ન બન્યું એ જ આનું ચિહ્ન છે. કારણ કે ચક્ર સ્વત્ર વિના બીજે ક્યાંય નિષ્ફલ બનતું નથી. હવે શ્રીરામ-લક્ષમણ જાતે પુત્રવાત્સલ્યથી હર્ષપૂર્વકલવણ-અંકુશની પાસે વેગથી ગયા. વિનીત એવા તે બે પણ જલદી રથ ઉપરથી ઉતરીને શ્રીરામ-લક્ષમણને નમ્યા. તેમણે આદરપૂર્વક તે બંનેના મસ્તક સંધ્યા. તેથી તે વખતે બંને સૈન્ય હર્ષમય બની ગયા. રામે પુષ્પક વિમાનમાં બેસીને મહાન આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો.