Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલાપદેશમાલા ગ્રંથના
૩૨૪
નેત્ર ઓચિંતું ફરકવા લાગ્યું. આશ્ચર્ય પામેલા શ્રીસીતાજીએ આ વાત શ્રીરામને કહી. શ્રીરામે કહ્યું : હું ભદ્રા! આ અશુભ નિમિત્ત છે. તેથી પેાતાના મંદિરમાં જઈને દેવાની પૂજા કરો અને સુપાત્રમાં દાન આપેા. પતિની આવી શિખામણ સાંભળીને સીતાજીએ તે પ્રમાણે કર્યું. હવે સત્ય ખાલનારા નગરના અધિકારીઓએ શ્રીરામને કહ્યું : હે દેવ ! સત્ય હોય કે અસત્ય હાય, ઈષ્ટ હાય કે અનિષ્ટ હાય, પણ સ લેાકેા જે વાત કરતા હેાય તે વાતની વિદ્વાનેાએ શ્રદ્ધા કરવી જોઇએ. સર્વ લાકો આ પ્રમાણે કહે છે ઃ- સ્ત્રીલુબ્ધ રાવશે એકલા સીતાજીનું અપહરણ કર્યું અને પેાતાના ઘરમાં છ મહીના સુધી રાખી, સીતાજી રાવણુ પ્રત્યે રક્ત હતા કે વિરક્ત હતા એ જાણી શકાતું નથી, કારણ કે રક્ત છે કે વિરક્ત છે એ સ્ત્રીઓના વિષયમાં જાણવું મુશ્કેલ છે. રાવણે સમતિથી અથવા બળાત્કારે સીતાજીના ઉપભાગ કર્યાં કે નહિ તે જાણી શકાતું નથી, અર્થાત્ ઉપલેાગ નથી કર્યાં એની શી ખાતરી ? જેમ તેલનુ બિંદુ પાણીમાં પ્રસરે તેમ યુક્તિયુક્ત આ પ્રવાદ લાકમાં બધા સ્થળે ફેલાઈ ગયા છે. તેથી હું શ્રીરામ ! આ પ્રવાદને આપ સહન કરેા નહિ. પવન જેવા પ્રવાદથી મલિન બનેલા પેાતાના આરિસા જેવા નિર્માલ કુલની ઉપેક્ષા કરેા નહિ. સીતાજી ઉપર લક આવ્યું એવા નિ ય કરીને શ્રીરામ દુઃખી બન્યા અને માન રહ્યા!. પછી ધૈય ધારણ કરીને અધિપતિઓને કહ્યું : તમાએ મને જણાવ્યું એ સારું કર્યું, માત્ર શ્રી ખાતર હું અપયશને સહન નહિ કરું, શ્રીરામે આ પ્રમાણે કહીને અધિકારીઓને રજા આપી.
હવે વીરપુરુષની જેમ રાત્રિમાં પરિભ્રમણ કરતા શ્રીરામ જેટલામાં ચમારના ઘરની બાજીમાં નીચે જઈને ઊભા રહ્યા તેટલામાં તેમણે નીચે પ્રમાણે સાંભળ્યુ : પાડાશી પાસેથી ઘણા કાળ પછી આવેલી પેાતાની પત્નીને ચમારે પગથી મારીને તિરસ્કારપૂર્વક આ પ્રમાણે કહ્યુ': આટલા કાળ સુધી તું કયાં રહી હતી ? પત્ની ખેલી : તમે કેાઈ નવા પુરુષ છે. રાવણના ઘરેથી લાવેલા સીતા રાણીને શુ' રામે રાખી નથી ? શ્રીરામે પણ પેાતાની સ્ત્રી છ મહિના સુધી ખીજાના ઘરમાં રહી તે સહન કર્યું અને તમે તમારી સ્ત્રી એક ક્ષણુ પણ ખીજાના ઘરે રહે તે સહન કરવા સમર્થ નથી. ચમાર ખેલ્યા : શ્રીરામ શ્રીથી જિતાયેલા છે અને હું તેવા નથી, તેથી કેવી રીતે સહન કરું? આ પ્રમાણે સાંભળીને દુઃખથી અસ્વસ્થ થયેલા શ્રીરામે વિચાર્યું : મને ધિક્કાર છે. સ્ત્રી માટે હું નીચ માણસાના ધિક્કારને સાંભળું છું. સીતાજી નિશ્ચિત પતિવ્રતા છે, રાવણ દુરાચારી છે, મારા વ'શ નિષ્કલંક છે, હા! રામ શું કરે? આમ વિચારીને શ્રીરામે શ્રી લક્ષ્મણ સાથે એકાંતમાં વિચારણા કરી. શ્રીલક્ષ્મણે કહ્યું : લેાકેાના કહેવાથી મહાસતી સીતાજીના ત્યાગ ન કરો. કારણ કે લેાક સ્વભાવથી જ પરના દોષો ખેલવામાં રસિક હાય છે. રાજાએ તેવા લાઇને શિક્ષા કરવી જોઇએ. અથવા મહાત્માઓએ તેવા લેાકની ઉપેક્ષા કરવી જોઈએ. શ્રીરામ ખાલ્યા : તારું કહેવું સાચું છે. કારણ કે લેાક પ્રાયઃ એવા હાય છે. પણ જે વાત સલાકાથી વિરુદ્ધ હોય એના યશસ્વી પુરુષે ત્યાગ કરવા જ જોઇએ.