Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 340
________________ ૩૩૧ ગુજરાતી ભાવાનુવાદ શાસ્ત્રમાં કુશળ તેણે કામ કરીને તે ઉદ્યાનને દેવોના ઉદ્યાન સમાન મનોહર બનાવી દીધું. તે ઉદ્યાનની સર્વ ઋતુઓના ફળથી સુશોભિત સમૃદ્ધિને જોઈને આનંદથી પૂર્ણ બનેલા ધનસાર્થવાહે મનમાં આ પ્રમાણે વિચાર્યું - આવી કળાનું પાત્ર આ આવા કાર્યમાં ગ્ય નથી, શું ચિંતામણિ બકરીના ગળાનું આભૂષણ બનવાને ગ્ય છે? પછી તેને દુકાનના વેપારમાં જોડ્યો. વેપારની કળાથી ત્યાં પણ તેણે પ્રજાને પિતાને વશ બનાવી દીધી. બધાના વિશ્વાસનું પાત્ર અને લક્ષમીને વશ કરવા માટે ઔષધતુલ્ય તે વિનીતક એવા નામથી બધે પ્રસિદ્ધ બન્ય. આને સર્વગુણવાળો જાણીને રાજા લેભથી એને સ્વીકાર ન કરે એ માટે ધનશેઠે એને ઘરનાં સર્વ કામ કરવાની આજ્ઞા કરી. ઈચ્છિત સર્વ કાર્યોને કરતા તેને ધનશેઠ પુત્રથી પણ અધિક માનવા લાગ્યા. ગુણ કેને માન આપતા નથી? સર્વ કાર્યોમાં લાયક હોવાથી અને વિનીત હોવાથી તે ક્રમે કરીને સતી ઘનશ્રીને પણ વિશ્વાસનું પાત્ર બને. એક દિવસ ઝરુખામાં રહેલી ધનશ્રીને કેટવાળે ઈ. આથી કામથી અત્યંત પીડાયેલ તે વિશ્વને ધનશ્રીમય જેવા લાગ્યું. તેણે જાણ્યું કે વિનીતક સદા ધનશ્રીની પાસે રહે છે, આથી કામુક તેણે વિનીતકને દૂત કાર્ય કરવા માટે પ્રાર્થના કરીને ધનશ્રી પાસે મેકલ્યો. તેણે પણ અવસર જાણીને ધનશ્રીને તે વૃત્તાંત કહ્યો. ઉત્તમ વસ્તુને લેવાની ઈચ્છાવાળા ધૂત માણસો કઈ ચેષ્ટા કરતા નથી ? મસ્તક ધુણાવતી સતી ઘનશ્રીએ તેને કહ્યું : હે વિનીતક! ઘણું કાળથી તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે, પણ આ કાર્યથી તું શત્રુથી પણ અધિક ભયંકર છે. કારણ કે તું મારા શીલરૂપી માણેક રત્નને દૂષિત કરવાને ઈચ્છે છે. માતા-પિતાએ બધાની સાક્ષીએ મને જે સમુદ્રદત્ત આપે છે તે જ મન-વચન-કાયાથી મારો પતિ છે. ગુપ્તહર્ષવાળા વિનીતકે ફરી ધનશ્રીને કહ્યું : જેમ કૃપણ માણસ ધનને નિરર્થક ગુમાવે છે તેમ તું જન્મને નિરર્થક કેમ ગુમાવે છે? અનુરાગવાળી પણ તને છેડીને જે ચાલ્યો ગયો છે અને જેને પતો મળતો નથી, તેના માટે જન્મ હારી જવ એ મને નિરર્થક જણાય છે. ધનશ્રી બેલી મને વારંવાર આ સંભળાવત તું વિનીતા હોવા છતાં અવિનીત છે. જેમ જલબિંદુઓથી યુક્ત હેમંતત્રતુને પવન કમલિનીને પ્રતિકૂળ છે તેમ તું મને પ્રતિકૂળ છે. કુલીન સ્ત્રીઓ માટે આ લોકમાં અને પરલોકમાં શીલ જ પ્રાણુ છે. શીલ નષ્ટ થતાં જીવતો પણ પ્રાણી મરેલા જેવો છે. એક આ શીલ ન જાઓ; કારણ કે શીલ હશે તે બીજું બધું થશે=મળશે. કંદ સાબૂત હોય તે વેલડીના પલ્લવની ઉત્પત્તિમાં કઈ સંદેહ રહેતું નથી. તું ઘણા કાળથી પરિચિત હોવાથી હમણુ તને જીવતો છોડી દઉં છું, પણ જે ફરી આ પ્રમાણે બોલીશ તે તને સર્વ પ્રકારે શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે ધનશ્રીથી તિરસ્કાર કરાયેલ વિનીતક

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346