Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 332
________________ ગુજરાતી ભાવાનુવાદ ૩૨૩ અપશુકને એ વારવા છતાં (યુદ્ધરૂપી) પ્રાતઃકાલનું ભોજન કરવામાં ઉસુક રાવણ પ્રાતઃકાળે સૈન્યની સાથે યુદ્ધમેદાનમાં આવ્યા. ફરી શ્રીરામ અને રાવણને યુદ્ધરૂપી ઉત્સવ શરૂ થયો. તેમાં વાનર રાક્ષસના મરત કેને લઈને ગેળાની જેમ ફેંકવા લાગ્યા. વેગથી ઊભા થતા શ્રીરામને પ્રણામ કરીને અને શક્તિની વેદનાની ઉપેક્ષા કરીને શ્રીલક્ષમણ યુદ્ધની ઈચ્છાથી ઊભા થયા. વધતા પરાક્રમવાળા શ્રીલક્ષમણને જોઈને રાવણે તેને જિતવાની ઈચ્છાથી બહુરૂપી વિદ્યાનું સમરણ કર્યું. સ્મરણ માત્રથી બહરૂપી વિદ્યા હાજર થઈ. આથી રાવણે પોતાનાં શસ્ત્ર સહિત અનેક રૂપે કર્યો. શ્રીલમણે આગળ, બે પડખાઓમાં, પાછળ, પૃથ્વી ઉપર અને આકાશમાં એમ ચારે બાજુ શાને વર્ષાવનારા રાવણેને જ જોયા. રથ ઉપર આરૂઢ થયેલા અને બલવાન શ્રીલક્ષમણ એક હોવા છતાં જાણે અનેક હોય તેમ ચારે બાજુ તીક્ષ્ણ બાણથી રાવણને પૃથ્વી ઉપર પાડવા લાગ્યા. હવે પ્રતિવાસુદેવ રાવણે ચકને યાદ કરીને હાથમાં લીધું, પછી મસ્તક પાસે માડીને લક્ષમણ ઉપર છોડયું. તે ચક શ્રીલક્ષમણને પ્રદક્ષિણા આપીને શ્રીલક્ષમણના જ હાથમાં આવ્યું. તે વખતે શ્રીલક્ષમણ આઠમા વાસુદેવ છે એ પ્રમાણે દેવોએ આકાશમાં ઘોષણા કરી. શ્રીલમણે તે જ ચક્રથી ક્ષણવારમાં રાવણનું મસ્તક કાપી નાખ્યું. આકાશના ચોગાનમાંથી દેવોએ કરેલી પુષ્પવૃષ્ટિ થઈ. શ્રીરામ અને શ્રીલમણે લંકાના રાજ્ય ઉપર બિભીષણને બેસાડ્યો. તે પછી પરિવાર સહિત તે બંને સીતાજીને લેવા માટે ઉદ્યાનમાં ગયા. શ્રીરામ અને શ્રીલક્ષમણને દૂરથી આવતા જોઈને હર્ષ થી પ્રફૂલ્લિત બનેલા સીતાજી નવા મેઘના પાણીથી સીંચાયેલી વનરાજીની જેમ શોભા પામ્યા. આકાશમાં દેવો “મહાસતી સીતાજી ધન્ય છે” એ પ્રમાણે બેયા. શ્રીલક્ષમણ વગેરેએ શ્રી સીતાજીને પ્રણામ કર્યા. સીતાજીએ તેમને આશીર્વાદથી આનંદ પમાડ્યો. જેમ રોહિણીથી ચંદ્ર શોભે છે અને કમલિનીથી સૂર્ય શોભે છે તેમ તે વખતે 'શ્રીરામથી મહાસતી સીતાજી શોભ્યા. સુગ્રીવ, ભામંડલ અને બિભીષણ વગેરે અનેક વીર પુરુષે સહિત શ્રી રામ અને લક્ષમણ પુષ્પક વિમાનમાં બેસીને જલદી અયોધ્યાનગરીમાં ગયા. સુમિત્ર અને ભારત એ બનેએ શ્રીરામ અને શ્રીલક્ષમણ એ બંનેને પ્રણામ કર્યા. શ્રીલક્ષમણ પણ પ્રણામ કરતાં એ બેને હર્ષથી ભેટી પડ્યા વાજિત્રોના નાદપૂર્વક તે બંનેએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. સાસુઓએ “વીર પ્રસૂતા થા” એમ કહીને સીતાજીને આનંદ પમાડડ્યો. શ્રી લક્ષમણને વાસુદેવ પદને અભિષેક થઈ ગયા પછી શ્રીરામે સુગ્રીવ વગેરે સઘળા રાજાઓને પોતપોતાના દેશમાં જવાની રજા આપી. હવે સીતાજીએ અષ્ટાપદ પ્રાણીના સ્વમથી સૂચિત ગર્ભ ધારણ કર્યો. શ્રી સીતાજીને સમેતશીખર તીર્થની યાત્રા વગેરેના દેહલા ઉત્પન્ન થયા. આ દરમ્યિાન શ્રી સીતાજીનું જમણું ૨. અહીં સીતાજીથી શ્રીરામ શમ્યા એમ હેત તે વધારે સારું થાત.

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346