Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૧૬
શીલપદેશમાલા ગ્રંથને ષધિ લબ્ધિના પ્રભાવથી) તે નિરોગી થઈ ગયો છે. કરુણથી શ્રેષ્ઠ તે જિનધર્મમાં પરાયણ બન્યા છે. આથી આ જટાયુ પક્ષી તમારે સાધર્મિક છે. તે પક્ષીને બંધુ માનતા શ્રીરામ અને લક્ષમણ શ્રી સીતાજીની સાથે પંચવટીમાં આવ્યા અને ત્યાં લતાગૃહોમાં સ્થિરતા કરી.
હવે કૌચરવાનદીના કિનારે ક્રીડામાં તત્પર શ્રીલક્ષમણજીએ વાંસની ઝાડીમાં એક ખગ જોયું. કૌતુકથી શ્રીલક્ષમણજીએ તે ખગ હાથમાં લીધું. પછી હાથ વડે વેગથી ખડ્રગને ચલાવતા તેમણે વાંસની ઝાડીને કેમળ કમળદંડની જેમ રમતથી કાપી નાખી. ત્યાં પૃથ્વી ઉપર ધૂમાડાવાળું કુંડ, મસ્તક અને લેહી નીકળતા ધડને જોઈને શ્રીલક્ષમણજીએ પિતાના ચિત્તમાં વિચાર્યું: હહા! શસ્ત્ર વિનાના આ કઈ પુરુષને મેં મારી નાખ્યો. લાંબા વખત સુધી પોતે શોક કરીને તે પ્રસંગ શ્રીરામને કહ્યો. શ્રીરામ બોલ્યા આ સૂર્યહાસ નામનું ખગ છે. એના સાધકને તે મારી નાખ્યો છે. વળી તેનું રક્ષણ કરનાર પણ કઈ અહીં હવે જોઈએ. આ તરફ પાતાલલંકાના અધિપતિ ખરરાક્ષસની પત્ની અને રાવણની બહેન ચંદ્રણખા પુત્રને જોવા માટે આવી. વાંસની અંદર પુત્રના લેહીથી લાલ ધડને જોઈને તે રડવા લાગી. રડતાં રડતાં તે બોલીઃ હે પુત્ર! ક્યા અભાગિયાથી તું આ પ્રમાણે હણાય? પછી તે ત્યાં શ્રીલક્ષમણજીના પગલાની નિશાનીવાળા રસ્તે ગઈ. શ્રીરામ અને લક્ષમણજીને જોઈને તેણે પુત્રશોકને મૂકી દીધું. જેની ઇંદ્રિયે કામને આધીન છે એવી તે શ્રીરામને જોઈને કામાસક્ત બની. આથી પોતાનું કન્યા જેવું રૂપ કરીને શ્રીરામની પાસે પોતાને પરણવાની માગણી કરી. શ્રીરામ બોલ્યાઃ હે ભદ્રા! મારી આ પત્ની મારી પાસે જ છે. તેથી મારા નાના બંધુ લક્ષમણને સ્વીકાર કર. શ્રી રામે આમ કહ્યું. એટલે તે શ્રી લક્ષમણજી પાસે ગઈ. શ્રીલક્ષમણજીએ પણ કહ્યુંઃ તું (પ્રથમ) મારા વડિલબંધુ પાસે ગઈ એથી મારી ભાભી થઈ. શ્રીલક્ષમણજીએ આ પ્રમાણે તેને હાંકી કાઢી એટલે કામથી પીડાયેલી તે ફરી રામ પાસે ગઈ. શ્રી સીતાજી તેના ઉપર હસ્યા. પછી ક્રેધથી વિકૃત સ્વરૂપ ધારણ કરીને પાતાળલંકામાં જઈને ખરને જલદી શંબૂકના વધને પ્રસંગ કહ્યો. ખર અતિશય ગુસ્સે થઈને ચૌદહજાર સુભટને લઈને શ્રીરામ અને લક્ષમણજીની સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યો. શ્રી લક્ષમણે કૌતુકથી પરના સુભટને હણવા માટે હું એકલે તેમની સાથે યુદ્ધ કરવા જાઉં છું એમ શ્રીરામને વિનંતિ કરી. શ્રીરામે કહ્યું: જો તું સંકટમાં આવી પડે તે સિંહનાદથી મને જણાવવું. શ્રીરામની આ શિક્ષાને સ્વીકારીને, જેમ ગરુડ સર્પોને હણવા માટે જાય તેમ, શ્રી લક્ષમણ રાક્ષસને હણવા માટે રાક્ષસો તરફ એકલા ચાલ્યા. પતિને સહાય કરવાની ઈચ્છાથી - જલદી ત્રિકૂટ પર્વત ઉપર જઈને ચંદ્રણખાએ રાવણને આ પ્રમાણે કહ્યું: દશરથના પુત્ર રામ અને લક્ષમણ એ બે વીરપુરુષે દંડકારણ્યમાં રહેલા છે. તેમણે મને તારા ભાણેજનું બલિદાન આપ્યું છે. આથી તારા બનેવી ગુસ્સે થઈને તેમની સાથે યુદ્ધ કરવા ગયા છે. એક લક્ષમણ સુભટેની સાથે નિર્ભયપણે યુદ્ધ કરી રહ્યો છે. લક્ષમણના