Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 323
________________ ૩૧૪ શીલપદેશમાલા ગ્રંથન પિતે કરેલી પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન નહિ કરવું જોઈએ. પછી શ્રીરામને બેલાવીને દશરથ રાજાએ વિષાદપૂર્વક કહ્યું: હે વત્સ! પૂર્વે સ્વયંવરમાં કેકેયીએ સારથિપણું કર્યું હતું. એના સારથિપણુથી તુષ્ટ થયેલા મેં તેને વરદાન આપ્યું હતું. હમણાં કૈકેયીએ “મારા પુત્ર ભરતને રાજ્ય આપો” એ પ્રમાણે વરદાન માગે છે. હર્ષ પામેલા અને વિનયથી નમેલા શ્રીરામે પિતાને કહ્યું. હું અને ભરત એ અમે બંને પુત્ર આપના માટે સમાન છીએ. તેથી આપ ભરતને રાજ્ય આપે. મારે તે માન્ય છે. એક પુષ્પને મસ્તક ઉપર ધારણ કર્યો છતે બીજાં પુપે શું નથી શોભતા? આ સાંભળીને દશરથરાજાએ ભરતને રાજય લેવાની આજ્ઞા કરી. ભરત બેલ્યા આપની સાથે વનમાં જઈશ (=દીક્ષા લઈશ) મારે રાજય જોઈતું નથી. દશરથરાજાએ કહ્યું મારી પ્રતિજ્ઞા પૂરી કર અને તારી માતાની આજ્ઞાનું પાલન કર. કારણ કે મેં તારી માતાને પૂર્વે વરદાન આપ્યું હતું અને હમણાં તારી માતા “તને રાજ્ય મળે” એ પ્રમાણે વરદાન માગે છે. શ્રીરામે પણ ભારતને કહ્યુંઃ તને રાજ્યમાં આસક્તિ નથી તે પણ રાજ્યને લઈને હમણું પિતાને સત્ય કર. ભરતે રામને પ્રણામ કરીને ગદગદુવાણીથી કહ્યું. રાજ્ય આપવું એ પિતાજીને અને આર્ય આપને એગ્ય છે, પણ રાજ્ય લેવું એ મારા માટે એગ્ય નથી. શ્રીરામે વિચાર્યું : હું અહીં રહીશ તે ભરત રાજ્ય નહિ લે. કારણ કે કુલીન પુરુષોને વિનયરૂપ આચારનું ઉલ્લંઘન દુષ્કર છે. આ પ્રમાણે વિચારીને શ્રીરામે પિતાને પ્રણામ કર્યા. પછી શ્રેષ્ઠ ધનુષ્ય અને ભાથાઓથી યુક્ત શ્રીરામ અપરાજિતા માતાને પ્રણામ કરીને બોલ્યા હે માતાજી ! આપે ભરતને પરમાર્થ વૃત્તિથી મારી જેમ જ જે. પિતાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા પિતાજીએ ભરતને રાજ્ય આપ્યું છે. હું અહીં હઈશ તે ભરત રાજ્ય નહિ લે. તેથી હું વનમાં જવાને ઈરછુ છું. શ્રીરામે આ પ્રમાણે કહ્યું એટલે અપરાજિતા રાણી મૂછ પામીને ભૂમિ ઉપર પડ્યા. પંખાઓથી ચેતના ઉત્પન્ન થઈ એટલે તેમણે વિલાપ કરતાં કહ્યું: રામવિયેગના દુઃખને હું કેવી રીતે સહન કરી શકીશ? શ્રીરામ બેલ્યા હે માતાજી! આપ આવી 'કાયરતા કેમ કરે છે? સિંહ અન્યવનમાં જાય ત્યારે શું સિંહણ દુઃખી થાય? પિતાએ કૈકેયીને વરદાનરૂપી ઋણ ચૂકવવાનું છે. તેથી સત્યપ્રતિજ્ઞાવાળા પિતાજીનું ઋણ દૂર થાય એ માટે હું ઉત્સાહિત કેમ ન થાઉં? આ પ્રમાણે કૌશલ્યામાતાને સમજાવીને અને બીજી માતાઓને પ્રણામ કરીને શ્રીરામ સિંહની જેમ નિઃશંકપણે વન તરફ ચાલ્યા. સીતાજીએ પોતાના પતિની પાછળ જવા માટે દશરથરાજાને પૂછ્યું. દશરથ રાજાએ નિષેધ ન કરીને અનુજ્ઞા આપી. પછી સીતાજીએ સાસુને પૂછ્યું. સાસુએ સીતાજીને મેળામાં બેસાડીને આંખમાંથી આંસુ પાડતાં ગદગદ્દ વાણીથી કહ્યું હે પુત્રી ! બધું સહન કરનાર તારા પતિને શું દુષ્કર છે? પણ હે બાળા ! ૧ અહીં નવા પદને અર્થ આ પ્રમાણે છે – રજા એટલે નવા પ્રકારની. નવા પ્રકારની કાયરતા એટલે સત્વવંત રાણીઓએ ન કરી હોય તેવી કાયરતા.

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346