Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 322
________________ ગુજરાતી ભાવાનુવાદ ૩૧૩ જેથી રામને મૂકીને (=રામનો પરાભવ કરીને) મારે પુત્ર તેને પરણશે અથવા કઈ નિંદા ન કરી શકે તેવું મારું વચન તમે સાંભળો. મારા રાજમહેલમાં દેવની આજ્ઞાથી એક એક હજાર યક્ષોથી અધિષિત વાવર્ત અને અર્ણવાવર્ત નામના બે ધનુષ રહેલાં છે. ભવિષ્યમાં થનારા બલદેવ અને વાસુદેવ માટે આ બે ધનુષ રાખેલાં છે. આ બે ધનુષ લઈને સીતાને આપવા માટે શરત કરે. તે શરત આ પ્રમાણે છે:- મારા આ બે ધનુષ્યમાંથી એક પણ ધનુષ્યને જે ચડાવે (=ધનુષ્યને ઉપાડીને તેના ઉપર પણછ ચઢાવે) તેને જ જય પામેલે જાણવો અને તેને તમારી પુત્રી પરણાવવી. જનક રાજાએ ક્ષણવાર વિચાર કરીને કાલક્ષેપ કરવાની (=સમયને પસાર કરવાની) ઈચ્છાથી “એ પ્રમાણે હે” એમ તે વિદ્યાધર રાજાને કહ્યું પછી ચંદ્રગતિ રાજાએ વજાવ અને અર્ણવાવત એ બે ધનુષ્ય આપીને જનકરાજાને આનંદપૂર્વક મિથિલાનગરીમાં પહોંચાડ્યો. ચંદ્રગતિ પણ ભામંડલની સાથે જલદી મિથિલાનગરીમાં ગયો. જનકરાજાએ સવારે સીતાને સ્વયંવરનો પ્રારંભ કર્યો. સ્વયંવરમંડપમાં ભૂચર અને ખેચર રાજાઓ બેઠા. રામ અને લક્ષમણ પણ પિતાની પાસે બેઠા. અલકારોથી સુશોભિત કરાયેલી સીતા સભામાં આવી. બધાનાં નેત્રરૂપી કમળો સીતા ઉપર જાણે ચેટી ગયા હોય તેમ પડ્યા હવે છડીદારે કહ્યુંઃ હે રાજાઓ ! સાંભળે. જે આ વજાવત ધનુષ્યને ઉપાડીને તેના ઉપર પણછ ચઢાવશે, આ સભામાં ભૂચર અને ખેચર રાજઓથી પૂજાયેલ તે કન્યાઓમાં શ્રેષ્ઠ એવી સીતાને અવશ્ય પરણશે. તેથી હર્ષથી શેરડી લેવાની ઈચ્છાવાળા બાળકની જેમ હર્ષ પામેલા રાજાઓ વેચ્છાથી ધનુષની પાસે ગયા. કેટલાકે આ શરત કહી તેટલા માત્રમાં નાસી ગયા, કેટલાકે આ ધનુષ્યને જેવા પણ સમર્થ ન બન્યા, કેટલાકે આ ધનુષ્યને સ્પર્શ કરવા પણ સમર્થ ન બન્યા, અને કેટલાકે ધનુષ્યને ઉપાડવા જતાં પ્રારંભમાં જ પડી ગયા. હવે સીતા વડે હર્ષથી જેવાયેલા શ્રીરામે પિતાની આજ્ઞાથી રાજાઓના મુખને (=મસ્તકેને) નમાવવા સાથે વાવ ધનુષ્યને નમાવ્યું. પછી સીતાજીના હૃદયની સાથે ધનુષ્યને આકષીને (=ખેંચીને) અને ઉતારીને તેના ઉપર પણછ ચઢાવી. (આથી સીતાએ રામને વરમાળા પહેરાવી.) લક્ષમણજી પણ અણુવાવર્ત ધનુષ્યને રમતથી ઉપાડીને (તેના ઉપર પણછ ચઢાવીને) વિદ્યાધરોની અઢાર કન્યાઓને પરણ્યા. સીતા માટે દુઃખી થતા ભામંડલને કેઈક જ્ઞાની સાધુએ “આ તારી યુગલપણે જન્મેલી બહેન છે” એમ કહીને પ્રતિબંધ પમાડ્યો. જનકરાજા વડે અશ્વો અને રત્નો વગેરેથી સત્કાર કરાયેલા રાજાઓ પોતાના સ્થાને ગયા. શ્રીરામ પણ પોતાની રાજધાનીમાં ગયા. વૃદ્ધ બનતા દશરથને શ્રીરામને રાજ્યાભિષેક કરવાનું મન થયું. આ વખતે પૂર્વે થાપણ મૂકેલું વરદાન કેકેયીએ સ્વેચ્છાથી માગ્યું. દશરથ નિઃસાસો નાખીને બોલ્યાઃ ૪૦

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346