Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 327
________________ ૩૧૮ શીલપદેશમાલા ગ્રંથને સુખપૂર્વક જેતી આ સ્વયં પ્રસન્ન બનશે એવી આશાથી હર્ષ પામેલે રાવણ પિતાની નગરીમાં ગયે. વણિક, વેશ્યા, ચેર, જુગારી અને પરસ્ત્રીગામી પુરુષે બીજાના અંતરને ન : જાણવા છતાં પવનને ગાંઠમાં બાંધે છે, અર્થાત્ અશક્ય કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે. * સીતાજીએ તે વખતે “જ્યાં સુધી શ્રીરામ અને શ્રીલક્ષમણજીના કુશળ સમાચાર ન મેળવું ત્યાં સુધી હું ભેજન નહિ કરું” એ પ્રમાણે અભિગ્રહ લીધે. રાવણે સીતાજીને દેવરમણ ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે રાખ્યા. ત્રિજટા રાક્ષસી અને પહેરીગરો તેમનું રક્ષણ કરવા લાગ્યા. શ્રીરામને આવતા જોઈને સંભ્રમ પામેલા શ્રીલક્ષમણે કહ્યું : આર્યાને (=સીતાજીને) એકલી મૂકીને આપ પણ અહીં કેમ આવ્યા ? શ્રીરામ બોલ્યા : તારા સિંહનાદને સાંભળીને હું અહીં આવ્યો છું. શ્રીલક્ષમણે કહ્યું : હે બંધુ! મેં સિંહનાદ કર્યો નથી. આપ કેઈનાથી છેતરાયા છે. માટે જલદી પાછા જાઓ. શત્રુસમૂહને નાશ કરીને આપની પાછળ જ હું આવ્યું એમ સમજે. પાછા ફરેલા શ્રીરામ પિતાના આશ્રમમાં ગયા. ત્યાં સીતાજીને ન જોયા. આથી ચિત્તના સંતાપથી ત્યાં મૂછિત બનીને કપાયેલા વૃક્ષની જેમ ભૂમિ ઉપર પડયા. જંગલના પવનથી તેમને ચેતના આવી. આમ-તેમ ભમતા તેમણે જટાયુને હણાયેલે જે. આથી સીતાજીનું અપહરણ થયું છે એમ જાણ્યું. તેમણે જટાયુને પંચ નમસ્કાર મહામંત્ર સંભળાવ્યું. પરમ શ્રાવક તે જટાયુ મરીને મહેંદ્ર (ચોથા) દેવલેકમાં ઉત્તમ દેવ થયે. શ્રીરામ જંગલમાં વૃક્ષ, લત્તામંડપ અને ગુફાઓને જોઈ જોઈને સીતાજીને ન જેવાથી ફરી મૂછિત બનીને ભૂમિ ઉપર પડયા. વિરાધની સાથે જલદી આવેલા શ્રીલક્ષમણે તે વખતે શ્રીરામને એકલા મૂછિત બનેલા જોયા. શ્રીલક્ષમણે પાણી સિંચીને અને વૃક્ષનાં પાંદડાંઓ વીંઝીને શ્રીરામને સ્વસ્થ કર્યા સીતાજીના વિયેગથી ગાંડા જેવા થઈ ગયેલા શ્રીરામ બોલ્યાઃ હે વનદેવીઓ! મેં બધે જોયું પણ સીતાજીને ક્યાંય જોયા નથી. તમોએ તેને ચક્કસ જોઈ છે. તમે કેમ બોલતી નથી ? હે દેવી ! હું તમને એકલા મૂકીને લક્ષમણની પાસે ગયો અને તમારા માટે મેં બંધુને છેડ્યો. મારી આવી કુમતિને ધિક્કાર છે. આ પ્રમાણે વિલાપ કરતા શ્રીરામ ફરી ફરી પૃથ્વી ઉપર પડવા લાગ્યા. પક્ષીઓ અને મૃગલાઓ પણ આશ્ચર્ય પૂર્વક શ્રીરામની ચારે બાજુ ઊભા રહ્યા. સુવાળા શ્રીલમણે પણ શ્રીરામને નમીને કહ્યું: હે આર્ય ! આપ આ શું બોલે છે? શત્રુને જીતનાર હું આપનો બંધુ લક્ષ્મણે આપની આગળ રહેલ છે. શ્રીલક્ષમણની તે વાણીથી અમૃતની જેમ સિંચાયેલા શ્રીરામ હર્ષનાં આંસુવાળા બનીને શ્રીલક્ષમણને વારંવાર ભેટ્યા. શ્રીલક્ષમણ બાલ્યાઃ હમણાં શેક કરવો એગ્ય નથી. કપટથી સીતાજીનું અપહરણ થયું છે. તેથી સીતાજીને શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ વિરોધ ૧. અહીં વિશેષ સ્પષ્ટતા થાય એ હેતુથી અન્ય ગ્રંથના આધારે કંઈક વિશેષ લખ્યું છે.

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346