Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૧૯ આપણે મિત્ર છે. રાવણના સેવકોએ તેના પિતા ચંદ્રોદરને કાઢી મૂકીને પાતાળ લંકાને કબજે કરી હતી. હું જ્યારે ખર સાથે યુદ્ધ કરતે હતો ત્યારે આ વિરાધ મારી પાસે આવ્યા અને શત્રુની સાથે યુદ્ધ કરવાની આજ્ઞા માગી. પણ મેં એકલાએ જ શત્રુને સંહાર કર્યો. તે વખતે મેં તેને પાતાળ લંકાનું રાજ્ય આપવાનું વચન આપ્યું છે. આથી હમણાં વિરાધને તેના પિતાનું સ્થાન એવું પાતાળ લંકાનું રાજ્ય આપવું જોઈએ. શ્રીલક્ષમણે આમ કહ્યું તેથી શ્રીરામે જલદી પાતાળ લંકામાં જઈને વિરાધને પાતાળ લંકાના રાજ્ય ઉપર બેસાડ્યો. ખરની પત્ની ચંદ્રણખા અને તેને પુત્ર સુદ એ બંને ( લક્ષમણ વગેરેથી) ભય પામીને રાવણના શરણે ગયા. પછી શ્રીરામે કિષ્ક્રિધાનગરીમાં યુદ્ધમાં વ્યભિચારી (બનાવટી) સુગ્રીવને મારીને શરણે આવેલા સુગ્રીવને રાજ્ય ઉપર બેસાડ્યો. પછી પોતાની અઢાર કન્યાઓ શ્રીરામને આપવા તત્પર થયેલા સુગ્રીવને શ્રીરામે સીતાજીને શોધવા માટે પ્રાર્થના કરી. પછી હર્ષ પામેલા પરાક્રમી સુગ્રીવે સીતાજીની શોધ માટે જાણે રામના મનેર હોય તેવા સુભટને દરેક દિશામાં બધા સ્થળે મોકલ્યા. સુંદર અગ્રીવાવાળો સુગ્રીવ સ્વયં કંબૂદ્વીપમાં ગયા. ત્યાં પૃથ્વી ઉપર પડેલા રત્નજી વિદ્યાધરને શ્રીરામ પાસે લઈ ગયે. ભામંડલના સુભટ એ રત્નજીએ “સીતાજીનું રાવણે અપહરણ કર્યું છે” વગેરે સીતાજીને સઘળે વૃત્તાંત શ્રીરામને જણાવ્યું.
રાવણે સીતાનું અપહરણ કર્યું છે એ જાણીને હર્ષ પામેલા શ્રીરામે તે લંકા કેટલી દૂર છે? એમ વારંવાર પૂછયું. સુગ્રીવ આદિએ કહ્યુંઃ લંકા દૂર છે કે નજીક છે? એવી ચિંતાથી શું વળવાનું છે? પણ ત્રણલેકમાં વીર અને પાપી એવા રાવણને જિત એ દુષ્કર છે. રામ બેલ્યાઃ જય-અજયની ચિંતાથી સર્યું. પણ તમે રાવણને લક્ષમણ બતાવે. પછી રાવણનું બળ જણાશે. લક્ષમણે પણ તિરસ્કારપૂર્વક શ્રીરામને કહ્યું જેમ કાગડે પૂરી લઈને નાસી જાય તેમ સીતાજીને લઈને નાસી જનાર તેનું બળ શું છે ? જાંબવાન મંત્રીશ્વરે શ્રીલક્ષમણને કહ્યું છે કે ટિશિલાને ઉપાડે તે રાવણને મારી નાખશે. પછી બધા ભેગા થઈને શ્રી લક્ષમણને સિંધ દેશમાં લઈ ગયા. શ્રી લક્ષમણે શિલા ઉપાડી એટલે એ પુષ્પવૃષ્ટિ કરી. કેટિશિલાને નમસ્કાર કર્યા પછી બધાય વિમાનમાં બેસીને સમેતશિખરમાં જિનેશ્વરોને વંદન કરીને ફરી કિષ્ઠિધાનગરીમાં આવ્યા. હવે વૃદ્ધ (=અનુભવી) વાનરેએ કહ્યું તમારાથી રાવણને નાશ થશે. પણ નીતિને માનનારા
એ હમણાં રાવણ પાસે દૂત મેલ જોઈએ. (જે દૂત મળીને કાર્ય સિદ્ધ થઈ જતું હોય તે યુદ્ધ કરવાની જરૂર ન રહે. જે દૂત દ્વારા કાર્ય સિદ્ધ ન થાય તે જ ૧. ગ્રીવા એટલે ડોક.