Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 324
________________ ગુજરાતી ભાવાનુવાદ ૩૧૫ ચમેલીના પુપોની માળાની જેમ તું શ્વાસથી પણ કરમાઈ જાય છે. આથી તે અતિશય કષ્ટવાળા વનવાસને કેવી રીતે સહન કરીશ? પતિવ્રતા સ્ત્રીઓ સંકટમાં પણ પતિની પાછળ જાય છે. આથી પતિની સાથે જવા માટે કે ન જવા માટે હું આગ્રહ કરવા સમર્થ નથી. સતાજી બોલ્યા હે માતાજી! જ્યાં હું આપના પુત્રની સેવા વિરામ પામ્યા વિના (=સતત) મેળવી શકું ત્યાં જ બધું મારા માટે કલ્યાણકારી છે. આ પ્રમાણે સર્વ સાસુને નમીને અતિશય પ્રીતિવાળા સીતાજી જેમ સમુદ્રની ભરતી ચંદ્રને અનુસરે તેમ જલદી પતિની પાછળ ગયા. રામ વનમાં જઈ રહ્યા છે એમ લક્ષમણજીએ સાંભળ્યું. આથી લક્ષમણજીએ આશ્ચર્યપૂર્વક અણું વાવર્ત ધનુષ્ય ઉપર દૃષ્ટિ નાખીને મનમાં જલદી વિચાર્યું કે, અહા ! કાલરાત્રિની જેમ તે આ કૈકેયી ભયંકર છે, કે જેણે આ સમયે ઉત્પાતજનક આ વરદાન માગ્યું. ભરતને રાજય આપીને પિતાજી ઋણરહિત બની ગયા છે. હવે હું એની પાસેથી રાજ્ય છિનવીને શ્રીરામને આપી દઉં અથવા સત્ત્વવંત ભારત સ્વયં રાજ્ય નહિ આપે. આથી કુલવિરોધનો ત્યાગ કરીને રામની જ પાછળ જાઉં. શ્રીલક્ષમણજી આ પ્રમાણે વિચાર્યા પછી પિતાને, સુમિત્રામાતાને અને કૌશલ્યાને કહીને સીતાથી યુક્ત શ્રીરામની પાછળ ગા. જેમની આંખમાંથી માપ ન કરી શકાય તેટલા આંસુઓ વહી રહ્યા છે તેવા નગરજનથી જોવાતા અને પ્રફુલ્લ મુખવાળા તે ત્રણે અધ્યાનગરીમાંથી નીકળ્યા. શ્રી લમણજી અને શ્રી સીતાજીની સાથે પૃથ્વી ઉપર પરિભ્રમણ કરતા શ્રીરામ દંડક નામના મહાન જંગલમાં જઈને કેઈ પર્વતની ગુફામાં રહ્યા. ત્યાં બે મહામુનિઓ બે માસખમણના અન્ત વહેરવા માટે પધાર્યા. શ્રી સીતાજીએ પ્રાસુક આહાર–પાણી વહેરાવીને પારણું કરાવ્યું. આ સમયે દેએ ત્યાં દુંદુભિના વનિપૂર્વક સુગંધી જળની વૃષ્ટિ કરી. તેની ગંધથી કઈ રોગી પક્ષી ત્યાં આવીને મુનિ એને નમ્યો. સગધ નામને તે ઉત્તમ પક્ષી મુનિઓના ચરણસ્પર્શથી નીરોગી બની ગયે, તેના મસ્તકની જટા રત્નના અંકુરા સમાન બની ગઈ, તેની પાંખે સુવર્ણ જેવી થઈ ગઈ. શ્રીરામે મુનિઓને વંદન કરીને પૂછયું : આપની પાસે રહેલે આ દુષ્ટ પક્ષી હમણાં જાણે શાંત હોય તે કેમ બની ગયું છે? મુનિઓએ કહ્યુંઃ પૂર્વે અહીં કુંભકારકૃદ નામનું નગર હતું. તેમાં દંડકિ નામને રાજા હતા અને પાલક નામને મંત્રી હતા. પાલકમંત્રીએ દંભથી અંદસૂરિને (ઘાણીમાં પલ્યા. તે સૂરિ નિયાણા સહિત મરીને વહ્નિકુમાર દેવોમાં દેવ થયા. તેણે દેશ અને રાજા સહિત આ નગરને બાળી નાખ્યું. તેથી આ જંગલ તે રાજાના નામથી “દંડકારણ્ય” એવા નામથી પ્રસિદ્ધ બન્યું. તે દંડકિ રાજા સંસારમાં ભમીને કેઢ રેગવાળે આ પક્ષી થયેલ છે. અમને જોઈને તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આથી તે જલદી અમારી પાસે આવ્યું. (અમને પ્રાપ્ત થયેલી સ્પશ૧. કાલરાત્રિ એટલે પ્રલયકાળ કે પ્રલયરાત્રિ. ૨. અન્યગ્રંથમાં નગરનું નામ કુંભકારકટક અને રાજાનું નામ દંડક જેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346