Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૧૧
ગુજરાતી ભાવાનુવાદ
પિતે કહેલા વિષયને જ મહાસતીના દષ્ટાંતથી દઢ કરે છે - " तिहुयणपहुणावि हु, रावणेण जिस्से न रोममिपि । संचालिउ न तीए, चरिअं चित्तति सीआए ॥१०८॥
ગાથાથ-ત્રણ ભુવનના માલિક પણ રાવણે જેનું એક રૂંવાડું પણ ચલાયમાન ન કર્યું, અર્થાત્ કાયાને પણ સ્પર્શ ન કર્યો, તે સીતાજીનું અદભુત ચરિત્ર કને આશ્ચર્ય ઉત્પન્ન કરતું નથી?
ટીકાથ-આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તે આ પ્રમાણે છે -
સીતાજીનું દષ્ટાંત મિથિલા નામની નગરી હતી. તેમાં રહેલા પુણ્યવંત સર્વ લોકે નિત્ય ઇંદ્રવાળા અને દેવને રહેવાનું સ્થાન એવા સ્વર્ગમાં જવા માટે ઉત્સાહ ધરાવતા ન હતા. તે નગરીમાં જનક નામનો રાજા હતો. તેની ઇંદ્રના જેવી શક્તિએ કસૂર્ય અને ચંદ્રના બહાનાથી પ્રતાપ અને યશને જલદી ઉત્પન્ન કર્યા. તેની વિદેહા નામની પત્ની હતી. જાણે કે તેના દેહના સૌદર્યથી બધી સ્ત્રીઓ વિદેહા (=બેડેળ શરીરવાળી) જ હતી એથી તે પૃથ્વીમાં વિદેહા (=સુંદર શરીરવાળી) એવા નામથી પ્રસિદ્ધ બની હતી. જેમ સારી રીતે આચરાયેલી શ્રેષ્ઠ રાજ્યનીતિ યશ અને લક્ષમીને ઉત્પન્ન કરે તેમને વિદેહા રાણીએ એકી સાથે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યું. જેમ ગરુડ સર્ષનું અપહરણ કરે તેમ પૂર્વભવના વૈરી દેવે જન્મેલા તે યુગલમાંથી પુત્રનું જન્મ થતાં જ અપહરણ કર્યું. વિજળીના પુંજ જેવા તે બાળકને દેવે વૈતાઢય પર્વતમાં મૂકી દીધો. પછી ચંદ્રગતિ નામના વિદ્યાધર રાજાએ વૈતાઢય પર્વતમાં પહેલા તેને જે. વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણિના રથનૂપુર નગરના નાયક તે ચંદ્રગતિ રાજાએ પૃથ્વી ઉપર રહેલા બાળકને લઈને પિતાને પુત્ર કરીને તેનું પાલન કરવા લાગ્યું. તેનું ભામંડલ નામ રાખ્યું. તે બાલચંદ્રની જેમ વધવા લાગ્યો. પુત્રનું અપહરણ થતાં વિદેહાએ ઘણા કાળ સુધી શેક કર્યો. પુત્રનું અપહરણ થતાં માતા-પિતાએ યુગલરૂપે ઉત્પન્ન થયેલી પુત્રીને “જાણે કે આ સીતા (=લક્ષમીદેવી) છે” એમ કહ્યું. એથી તે પુત્રી “સીતા” એવા નામથી પ્રસિદ્ધ બની. પુત્રનું અપહરણ થવાથી “કેઈ ઉપદ્રવ થશે” એવી શંકાવાળા સવજોએ તે પુત્રીને પૃથ્વી ઉપર આળોટાવી. એથી તે “ભૂસૂતા” એવા નામથી પણ પ્રસિદ્ધ બની. લક્ષમીદેવી જેવી તે કલાઓથી અને ઉંમરથી વધવા માંડી. ક્રમે કરીને તે યુવાનને ઉન્માદ કરનારા દેવ જેવા યોવનને પામી. જનક રાજાનું મન સીતાના વરની ચિતાથી યુક્ત બન્યું એ
૪ અહીં કવિ કલ્પના કરે છે કે, આકાશમાં જે સૂર્ય અને ચંદ્ર દેખાય છે તે સૂર્ય અને ચંદ્ર નથી, કિંતુ સૂર્ય અને ચંદ્રના બહાનાથી જનક રાજાના પ્રતાપ અને યશ છે.