Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 305
________________ શીલેાદેશમાલા ગ્રંથના ૨૯૬ રાત્રિયુદ્ધમાં કાઈ લુચ્ચા પુરુષે અમને કહ્યું કે, અગડદત્ત કુમાર આગળ ગયા છે. તેથી અમે સેના અને મલસેના રાણીને લઇને જલદી બહારના માર્ગથી નીકળી ગયા અને અહીં સુધી આવ્યા. આપને ન જોતાં શરીંદા બનેલા અમે વિચાર કરીને અહીં જ રહ્યા. પછી સૈન્યથી અનુસરાયેલ અગડઇત્ત વિલંબ કર્યા વિના માતા-પિતાના મનેરથાની સાથે શ ખપુર આવ્યા. રાજાની આજ્ઞાથી ઉત્તમ મત્રીએ અને સામતા અગડદત્તની સામે ગયા. . નગરજનાથી કરાયેલ મંગલેાની શ્રેણિવાળા નગરમાં તેણે પ્રવેશ કર્યાં. અગડદત્ત ઉત્કંઠાથી જલદી પિતાના ચરણામાં નમ્યા. રાજા પણ સ્નેહથી રામાંચવાળા બનીને પાતાના પુત્રને ભેટી પડ્યો. પછી અગદત્ત રાજાની આજ્ઞાથી માતાના ચરણેામાં વંદન કર્યું.... જાણે આંસુઓથી પેાતાના પુત્રને સ્નાન કરાવતી હેાય તેમ માતાએ હાથથી પુત્રના સ્પર્શ કર્યો. પછી અગડદત્તે નગરજના અને પ્રધાન વગેરેના યથાયેાગ્ય સત્કાર કર્યાં. પછી પિતાની આજ્ઞાથી અગડદત્ત પેાતાના મહેલમાં આવ્યા. ઉત્તમ દિવસે રાજાએ પુત્ર ઉપર યુવરાજપદના અધિકાર નાખ્યા. અગડદત્ત પેાતાના ગુણાથી પ્રજાને બંધુની જેમ આનંદ પમાડ્યો. કૃતજ્ઞ અગડદત્તે મદનમજરી પત્નીને માટી માની અને કમલસેના પત્નીને નાની માની સકાર્યોમાં માટી પત્નીને જ આગળ કરતા હતા, તેા પણ કુલીન નાની પત્નીએ જરા પણ રાષ ન કર્યાં. * કાયલના ગાયનથી મનેાહર એવી વસતઋતુના પ્રારભ થતાં રાજા પત્ની સહિત મનેાહર ઉદ્યાનભૂમિમાં ગયા. ફેલાતા કામના અભિમાનને ધારણ કરનાર અને મસ્તકમાં મ...જરીઆની માળા પહેરનાર અગડદત્તકુમાર પણ મદનમ`જરીની સાથે ઉદ્યાનમાં ગયા. આનદમય અગડદત્ત રથમાં બેશીને પ્રારંભાયેલા સુંદર સંગીત અને વાજિંત્રાના ધ્વનિથી મનાહર ઉદ્યાનમાં આવ્યા. આખા દિવસ ઉદ્યાનમાં ક્રીડા કરીને થાકી ગયેલા મહાપરાક્રમી અગડદત્ત પત્નીની સાથે રથમાં જ સૂઈ ગયા. નિદ્રાના કારણે રથથી બહાર લટકતા પત્નીના હાથમાં ભાગ્યવશાત્ જાણે તેનું મૂર્તિમાન કર્યું હોય તેવા સર્પ કરડ્યો. નિદ્નારહિત અનેલી તે મને સર્પ કરડ્યો સર્પ કરડયો એમ ખાલી એટલે રથમાંથી ઉતરેલા અગડદત્તે સપને જોયા. વિષની અસરથી પત્ની મૂર્છા પામી એટલે અગડદત્ત પણ મૂર્છા પામ્યા. ઉદ્યાનના પવનથી અગડદત્ત ચૈતન્યને પામ્યા, પણ તેની પત્ની ચૈતન્યને ન પામી. મંત્રવાદીઓ જેટલામાં મંત્ર, તંત્ર અને ઔષધ વગેરે ઉપચારો કરવા લાગ્યા તેટલામાં વિષની લહરીએથી જેનું ચૈતન્ય નાશ પામ્યું છે એવી તે ચેષ્ટારહિત બની ગઈ. તેથી અગડદત્તે પત્નીને ખેાળામાં રાખીને ઘણા કાળ સુધી 'કરુણ વિલાપ કરીને પત્નીની સાથે અગ્નિમાં પ્રવેશ કરવા માટે ચિંતા રચાવી. આ તરફ તેના નિષ્કારણુ બંધુ એવા કેાઈ વિદ્યાધર તી યાત્રા માટે જઈ ૧. મહ્દ વાજિંત્ર વિશેષ છે. તેના ઉપલક્ષણથી ખીજા પણ વાજિંત્રા સમજી લેવા જોઈએ.

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346