Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૨૯૪
શીલપદેશમાલા ગ્રંથને ખુશ કરે. અગડદત્તને લાંબાકાળના વિરહથી માતા-પિતાને મળવાની ઉત્કંઠા થઈ. આથી તે હવે માતા-પિતાને મળવા ઉતાવળો થયે. તે બે દ્વારપાલને સત્કાર કરીને તેમને સાથે લઈને અગડદત્ત રાજાના મહેલમાં ગયે. સુવેગ દ્વારા સઘળે વૃત્તાંત રાજાને જણાવ્યું. જેમ તેમ કરીને ભુવનપાલરાજાએ અગડદત્તને પુત્રીની સાથે પોતાના દેશમાં જવા માટે રજા આપી. પછી અગડદતે ઉપાધ્યાયની રજા લીધી. સાસુએ તેનું મંગલ કર્યું એટલે પરિવાર સહિત તેણે પ્રયાણ કર્યું. રાજા તેની પાછળ ગયે. સૈન્ય જવા માટે ચાલ્યું એટલે અગડદત્ત સ્વયં રાતે પાછો વળીને રથને દૂતીના ઘર પાસે રાખે. પછી મદનમંજરીને જલદી રથમાં બેસાડીને પિતાનું સૈન્ય જે રસ્તે ગયું હતું તે સૂના માર્ગે આગળ ચાલ્યું. તે એકવાર વિધ્યવનમાં છાવણીમાં રહેલું હતું ત્યારે ભીમનામના પશ્વિપતિના સૈન્ય આક્રમણ કર્યું. અગડદત્તના સૈનિકે તેની સાથે લડવા માંડ્યા. જેમ વાયુ ખાખરાનાં પાંદડાંઓને જુદી જુદી દિશામાં લઈ જાય તેમ પલિપતિના સૈન્ય અહંકારમાં આરૂઢ થયેલા અગડદત્તના સૈનિકોને જુદી જુદી દિશાઓમાં ભગાડી મૂક્યા. પછી પલિપતિનું અગડદત્ત સાથે યુદ્ધ શરૂ થયું. ઘણા કાળ સુધી કેઈને જય ન થા. છલથી પતિના જયને ઈચ્છતી અતિશય શંગારરૂપી વૃક્ષની મંજરી જેવી મદનમંજરી સારથી બની. (તેને જોઈને મોહ પામવાથી નિર્બલ બનેલા) ભીમને અગડદને યુદ્ધમાં હણી નાખ્યો. પછી અગડદત્ત તે એક રથમાં બેસીને માર્ગમાં આગળ ચાલ્યા.
અર્ધા માર્ગે તેને બે પુરુ મળ્યા. અગડદ તેમને શંખપુરને માર્ગ પૂછો. તેમણે કહ્યું: આ વડના વૃક્ષ પાસેથી શંખપુર જવાના બે માર્ગો છે. તેમાં જમણી બાજુના માગે શખપુર ઘણું દૂર છે, પણ તે રસ્તે નિર્ભય છે. ડાબી બાજુના માર્ગે શંખપુર નજીક છે. પણ તે રસ્તે દુઃખથી જવાય તેવો છે. કારણ કે તે રસ્તામાં દુર્યોધન નામને ચાર, એક હાથી અને સિંહ છે. તે વાતને નહિ સાંભળીને લક્ષમાં ન લઈને અગડદત્ત નજીકના રસ્તે રથને ચલાવ્યું. તેના જ કાફલાની સાથે કેટલાક મુસાફરો પણ ચાલ્યા. રસ્તામાં જતા પૂર્ણ બુદ્ધિવાળા તેને એક ગી સામે મળ્યો. તેણે મનુષ્યની ખોપરીઓની માળારૂપી આભૂષણ પહેર્યું હતું. હાથમાં કમંડલ ધારણ કર્યું હતું. રણકાર કરતી ઘુઘરીના રણકારથી ગાજતી જટાના જૂથથી શોભતું હતું. તેણે આશીર્વાદ આપીને અગડ૧. સુતારંવાદનાપૂર્ણ પદને શબ્દાર્થ પુત્રીને લઈ જવાપૂર્વક એ થાય. અહીં તેને “પુત્રીની
સાથે” એ ભાવાર્થ લખ્યો છે. ૨. અહીં મદનમંજરીની દૂતી સમજવી. આ દૂતી પૂર્વે મદનમંજરીના કહેવાથી અગડદત્ત પાસે
આવી હતી. ૩. અહીં ટીકામાં બહુ જ સંક્ષેપથી વર્ણન છે. પ્રસંગને ભાવ સ્પષ્ટ થાય એ માટે અનુવાદમાં અન્ય ગ્રંથના આધારે કંઈક વિશેષ લખ્યું છે.